તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:પોઝિટિવ કેસનો આંક 143140 પર પહોંચ્યો, ડેલ્ટા+નો એક કેસ સામે આવ્યા બાદ તંત્ર હરકતમાં

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 812 થઈ
  • મૃત્યુઆંક 2109 પર સ્થિર, કુલ 140219 દર્દી રિકવર

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 143140 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 2109 પર સ્થિર રહ્યો છે. ગત રોજ શહેરના 22 અને જિલ્લાના 108 લોકો મળી 130 લોકોને કોરોનામાંથી સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કોરોનામાંથી 140219 લોકો સાજા થઈ ચૂક્યા છે. દરમિયાન ડેલ્ટા પ્લસનો એક કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે.

મહારાષ્ટ્રના 2 કેસની ટ્રાવેલ હિસ્ટ્રી સુરતની
સુરતમાં ડેલ્ટા પલ્સ વેરિયન્ટ સામે આવતા મનપાના આરોગ્ય તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. રાજ્યમાં ફક્ત બે જ કેસ ડેલ્ટા પલ્સ વેરિયન્ટના સામે આવ્યા છે જે પૈકી એક કેસ વડોદરામાં અને બીજો કેસ સુરતમાં સામે આવ્યો છે.વડોદરાની મહિલા હોમ ક્વોરન્ટીન થઈ સ્વસ્થ થઈ ગઈ છે.સુરતનો મેડિકલ સ્ટુડન્ટ પણ સ્વસ્થ થઈ ચૂક્યો છે.વડોદરાની મહિલાનો કેસ મહારાષ્ટ્રમાં નોંધાયો હતો. 38 વર્ષીય મહિલાના જીનોમ ટેસ્ટમાં નવો વેરિયન્ટ પકડાયો હતો.મહારાષ્ટ્રમાં સામે આવેલા ડેલ્ટા પલ્સ વેરિયન્ટના 20 કેસ પૈકી 2 લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી સુરતની નીકળી છે.સુરતમાં લગ્ન પ્રસંગમાં આવેલા બે જવેલર્સ મુંબઇ પહોંચ્યા ત્યારે ટેસ્ટ કરવામાં આવતા ડેલ્ટા પલ્સ વેરિયન્ટ જોવા મળ્યો હતો. ટ્રાવેલ હિસ્ટ્રી સુરતની હોવાથી સુરતનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે.

મ્યુકરના નવા 3 દર્દી, 6ને રજા અપાઈ
શહેરની બંને હોસ્પિટલ મળી મ્યુકોરમાઇકોસિસના નવા 03 કેસ સામે આવ્યા હતા. બંને સરકારી હોસ્પિટલમાં તબિયતમાં સુધાર આવતા એક સાથે 06 દર્દીઓને રજા આપવામાં આવી હતી.નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના નવા 02 દર્દીઓ દાખલ થયા હતા સ્મીમેર હોસ્પિટલમાં 01 દર્દીને દાખલ કરાયો હતો. નવી સિવિલ હોસ્પિટલમાંથી આજે 05 દર્દી અને સ્મીમેર હોસ્પિટલમાંથી 01 દર્દીની તબિયતમાં સુધાર આવતા રજા આપવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 04 દર્દીની સર્જરી કરાઈ હતી. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 02 સર્જરી કરાઈ હતી.