કોરોના સુરત LIVE:વધુ 423 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,39,232 પર પહોંચ્યો, નવા 7 મોત સાથે મૃત્યુઆંક 2047 થયો

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • હાલ શહેર જિલ્લામાં કુલ 5032 એક્ટિવ કેસ છે

કોરોના સંક્રમણ ધીમી ગતિએ ઘટી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 423 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,39,232 પર પહોંચ્યો છે. સરકારી ચોપડે નવા 7 મોત સાથે મૃત્યુઆંક 2047 પર પહોંચ્યો છે. આજે શહેરમાંથી 306 અને જિલ્લામાંથી 207 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,32,153 પર પહોંચ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધી 5032 થઈ છે.

એક્ટિવ કેસમાં પણ સતત ઘટાડો
સુરત શહેર જિલ્લામાં કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. ગત રોજ શહેર જિલ્લામાં 267 કેસ નોંધાયા હતા. પોઝિટિવ કેસમાં ઘટાડાની સામે રિકવર થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેથી એક્ટિવ કેસમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ શહેર જિલ્લામાં કુલ 5032 એક્ટિવ કેસ છે.

નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ની હાલની સ્થિતિ

  • હોસ્પિટલમાં કુલ 307 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 171 પોઝિટિવ દર્દીઓ તથા 136 નેગેટિવ દર્દીઓ છે.
  • 171 પોઝિટિવ દર્દીઓ પૈકી 50 બાયપેપ, 13 ઇન્વેઝીવ વેન્ટીલેટર, 79 ઓકિસજન પર અને અન્ય 29 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
  • 136 નેગેટિવ દર્દીઓ પૈકી 8 બાયપેપ પર તથા 15 દર્દીઓ ઓકિસજન પર તથા 113 રૂમ એર બેડ પર છે.

સ્મીમેર હોસ્પિટલમાં કોવિડ-19ની હાલની સ્થિતિ

  • હોસ્પિટલમાં કુલ 198 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 134 પોઝિટિવ દર્દીઓ, 17 શંકાસ્પદ દર્દીઓ, તથા 47 નેગેટિવ દર્દીઓ છે.
  • 134 પોઝિટિવ દર્દીઓ પૈકી 18 વેન્ટીલેટર, 47 બાયપેપ, 64 ઓકિસજન પર અને અન્ય 5 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
  • હેલ્પ ડેસ્કઃ 169 ઓડિયો કોલ, 209 વીડિયો કોલ કરવામાં આવ્યા. 205 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું