તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:સુરત પોલીસની પહેલ; માસ્ક નહીં પહેરો તો પોલીસ દંડ નહીં ફટકારે પણ માસ્ક આપશે, નવા 628 કેસ અને 4ના મોત

સુરત2 મહિનો પહેલા
સુરત પોલીસે માસ્ક વિનાના લોકોને દંડ કરવાને બદલે માસ્ક પહેરાવ્યા હતા.
  • મનપા અને પોલીસનું નવું સૂત્રઃ દંડ નહીં માસ્ક પહેરો
  • 434 દર્દી ડિસ્ચાર્જ થતા ડિસ્ચાર્જનો કુલ આંકડો વધીને 56,628 પર પહોંચ્યો

સુરત શહેરમાં કોરોના બ્લાસ્ટ થતાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યાં છે. તો બીજી બાજુ આજે શહેરના મેયર હેમાલી બોઘાવાલા અને સુરત પોલીસે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. શહેરીજનો માસ્ક નહીં પહેરે તો પોલીસ દંડ નહીં કરે પણ માસ્ક આપશે. માસ્ક નહીં પહેરો તો પોલીસ સામેથી માસ્ક પહેરાવશે. મનપા અને પોલીસનું નવું સૂત્રઃ દંડ નહીં માસ્ક પહેરો.

દંડ નહીં પણ માસ્ક આપીએનું સુરત પોલીસે અભિયાન શરૂ કર્યું
અંગે સુરતના જોઈન્ટ સીપી પ્રવીણ મલે જણાવ્યું કે, દંડ નહીં પણ માસ્ક આપીએનું સુરત પોલીસે અભિયાન શરૂ કર્યું છે. લોકો 100 ટકા લોકો માસ્ક પહેરે અને અન્યને પણ સમજાવે. માસ્ક પહેરો અને લોકોને બચાવો. પોલીસે દંડ કરવાની જગ્યાએ સૌને માસ્કની વહેંચણી કરીને જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.

લોકો 100 ટકા લોકો માસ્ક પહેરે અને અન્યને પણ સમજાવેઃ સુરત પોલીસ
લોકો 100 ટકા લોકો માસ્ક પહેરે અને અન્યને પણ સમજાવેઃ સુરત પોલીસ

628 નવા કેસ અને 4ના મોત
સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે નવા 628 કેસ નોંધાયા છે અને 4 દર્દીના મોત થયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 60, 850 થયો છે અને મૃત્યુઆંક 1157 થયો છે. જ્યારે 434 દર્દી ડિસ્ચાર્જ થતા ડિસ્ચાર્જનો કુલ આંકડો વધીને 56,628 પર પહોંચ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 3065 એક્ટિવ કેસ છે.

પોલીસે દંડ કરવાની જગ્યાએ સૌને માસ્કની વહેંચણી કરીને જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.
પોલીસે દંડ કરવાની જગ્યાએ સૌને માસ્કની વહેંચણી કરીને જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.

ડેરી પાર્લર અને મેડિકલ નાં 17 પોઝિટીવ કેસ મળ્યા
સુરત મહાનગર પાલિકા દ્વારા કોરોના વાયરસના વકરતાં કેસને લઇ રોજેરોજ અલગ અલગ ધંધાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોના ટેસ્ટ કરી રહી છે. જમાં આજે બુધવારે પાલિકાએ ડેરી પાર્લર અને મેડીકલ સ્ટોર્સમાં ટેસ્ટીંગ ઝુંબેશ હાથ ધરી હતી. કુલ 1280 વ્યકતિના ટેસ્ટ કરવામાં આવતા 17 પોઝિટીવ મળી આવ્યા છે જેમાં સૌથી વધુ અઠવા ઝોનમાં 10, ઉધના ઝોનમાં 4, સેન્ટ્રલ ઝોનમાં 2 અને વરાછા-એમાં 1 કેસનો સમાવેશ થાય છે.

બે અધિકારીઓને જવાબદારી સોંપાઇ
નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે સુરતમાં નિમાયેલા એચ.આર.કેલાયાને નવી સિવિલ, સ્મીમેર અને સમરસ હોસ્ટેલની ડીસ્ચાર્જ મીકેનીઝમ તથા તમામ ઝોન વિસ્તારમાં વેક્સીનેશન પ્રોગ્રામ અંગેની તમામ સંકલનની કામગીરી સોંપાઇ છે. જ્યારે યોગેન્દ્ર એ. દેસાઇને સેન્ટ્રલ ઝોનના માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં કોરોના સિંક્રમણની યોગ્ય અમલવારાની, પોઝિટિવ દર્દીઓના કોન્ટેક્ટ ટ્રેસીંગની સંકલન તથા ટેક્ષટાઇલ માર્કેટમાં કોરોના વાયરસના સંક્રમણનું નિયંત્રણ અંગેની કામગીરી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો