તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:રેકોર્ડ બ્રેક 582 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 60,222 પર પહોંચ્યો, 2 મોત સાથે મૃત્યુઆંક 1153 થયો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • જિલ્લા અને શહેરમાં એક્ટિવ કેસનો આંકડો વધીને 2875 થયો

કોરોના બ્લાસ્ટ થતાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યાં છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણ કોરોના પોઝિટિવના એક જ દિવસમાં સૌથી વધુ 582 કેસ નોંધાયા છે. જેથી કોરોના પોઝિટિવનો કુલ આંકડો 60 હજારને પાર કરીને 60,222 થયો છે. આજે વધુ 2 મોત સાથે મૃત્યુઆંક 1153 થયો છે. આજે શહેરમાંથી 316 અને જિલ્લામાંથી 22 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો કુલ આંકડો વધીને 56,194 પર પહોંચ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 2875 એક્ટિવ કેસ છે.

શહેરમાં એક્ટિવ કેસ પૈકી 27% દર્દીઓ હોસ્પિટલમાં દાખલ
શહેરમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેની સાથે સાથે એક્ટિવ કેસમાં પણ વધારો થયો છે. હાલમાં આવી રહેલા પોઝિટિવ કેસમાંથી હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા પણ વધુ જોવા મળી રહી છે. મંગળવારે શહેરમાં કોરોનાના 1948 એક્ટિવ દર્દીઓ છે. તેમાંથી 27% એટલે કે 526 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમા સિવિલમાં 151, સ્મીમેરમાં 71 તેમજ પ્રાઈવેટ હોસ્પિટલમાં 304 દર્દીઓ દાખલ છે.

54 વેપારી, 18 વિદ્યાર્થીઓ, બે ડોકટર, બે બેંક મેનેજર સંક્રમિત
નવા નોંધાયેલા કેસમાં ખાનગી ડોકટર, સ્મીમેર હોસ્પિટલના ડોકટર અને ટેકનીશ્યન, સ્મીમેરના બે વિદ્યાર્થી સહિત 18 વિદ્યાર્થી, ટેક્સટાઇલ, કન્સટ્રકશન, કાપડ, ટ્રેડીંગ-ટ્રાન્સપોર્ટ, પ્લાસ્ટીક, પ્રિટીંગ પ્રેસ વ્યવસાયી સહિત 54 વ્યવયાસી, શિક્ષક, શહેરની વિવિધ બેન્કના બે મેનેજર સહિત 4 કર્મચારી, દુકાનદાર, જૈન મહારાજ, એસ.વી.એન.આઇ.ટીના પ્રોફેસર, હોસ્પિટલના ટ્રસ્ટી, મેડીકલ રીપ્રેઝેન્ટીવ તથા હીરા સાથે સંકાળયેલા4 અને ટેકસટાઇલ સાથે સંકળાયેલા 35 કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો