સુરતની નવરાત્રિ LIVE:નવમા નોરતે શેરી ગરબામાં ડીજેના તાલે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યાં, ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા

સુરતએક દિવસ પહેલા
કસ્તુરબા સોસાયટી, પાલનપુર પાટિયા.
  • નવરાત્રિના છેલ્લા દિવસોમાં ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા

સુરતમાં નવરાત્રિના નવમા દિવસે ખેલૈયાઓ જુસ્સો સાથે ગરબાની રમઝટ બોલાવી હતી. ગરબા રસિકો શેરીઓ, ગાર્ડન અને ખુલ્લા મેદાનમાં ગરબે ઘૂમ્યા હતા. શેરીઓમાં ગરબા જોવા વાળાઓએ પણ મોટી સંખ્યામાં હાજર રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

પુષ્પક રો-હાઉસ, હીરાબાગ, વરાછા.
પુષ્પક રો-હાઉસ, હીરાબાગ, વરાછા.

ગરબાનો ઉત્સાહ ડીજેના તાલે જોવા મળ્યો
કોરોના શરુ થયો ત્યારથી તહેવારોની ઉજવણીમાં પર ગ્રહણ લાગ્યું હતું. હવે કેસ નિયંત્રણમાં આવતા કેટલીક મર્યાદા સાથે સરકારે ફરીથી છૂટછાટ આપી છે. ત્યારે ગુજરાતીઓનો અને ગુજરાતનો લોકપ્રિય તહેવાર નવરાત્રિની શેરી, ગલીઓ અને સોસાયટીઓમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. આજે નવમા નોરતે શહેરની સોસાયટીમાં ગરબાનો ઉત્સાહ ડીજેના તાલે જોવા મળ્યો છે.

વિજયાલક્ષ્મી રેસિડેન્સી, પાલ.
વિજયાલક્ષ્મી રેસિડેન્સી, પાલ.

અલગ અલગ વિસ્તારોમાં નવરાત્રિની જમાવટ
સુરતના સરથાણા જકાતનાકા, કતારગામ,અડાજણ, વેસુ સહિતના વિસ્તારોમાં શેરી ગરબાની જમાવટ જોવા મળી રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી નવરાત્રિની રાહ જોઈ રહેલા ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમતા જોવા મળ્યાં હતાં.

ક્રિસ્ટોન, પાલ.
ક્રિસ્ટોન, પાલ.
સીતારામ સોસાયટી, પર્વત પાટિયા.
સીતારામ સોસાયટી, પર્વત પાટિયા.