તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:કોરોનાના નવા 1883 કેસ, એક જ દિવસમાં 2918 દર્દીઓ સાજા થયા

સુરત10 દિવસ પહેલા
 • કૉપી લિંક
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર.
 • શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 20369 પર પહોંચી

શહેરમાં જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને પગલે કોરોનાના દર્દીઓના મૃત્યુ દરમાં પણ ઘટાડો થયો છે. 25 દિવસ બાદ રવિવારે શહેરમાં કોરોનાના દર્દીના મોતની સંખ્યા ઘટીને દસની નીચે પહોંચી 09 નોંધાય છે. ગત 7 એપ્રિલના રોજ શહેરમાં 08 અને જિલ્લામાં 02 મોત નોંધાયા હતા.

શહેરમાં 1495 જિલ્લામાં 389 કેસ સાથે શહેર જિલ્લામાં રવિવારે કોરોનાના વધુ 1883 કેસ પોઝિટિવ નોંધાયા છે. શહેર-જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 119164 થઈ છે. રવિવારે શહેરમાં 09 અને જિલ્લામાં 04 મળી શહેર જિલ્લામાં 13 કોરોના દર્દીઓનો સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 1798 થઈ ગયો છે. તેની સામે શહેરમાંથી 2316 અને જિલ્લામાંથી 602 મળી શહેર જિલ્લામાંથી 2918 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 96997 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 20369 થઈ ગઈ છે.

3447 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
નવા પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં હાલ કોરોનાના 21417 એક્ટિવ કેસ છે. જેમાંથી માત્ર 3447 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં 752 અને સ્મીમેર હોસ્પિટલમાં 402 તેમજ 2293 દર્દીઓ આઈસોલેશન સેન્ટર અને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ છે. એટલે કે કુલ એક્ટિવ કેસ પૈકી 16.09 % દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લઈ રહ્યા છે.

સ્મીમેર હોસ્પિટલમાં કોવિડ-19ની હાલની સ્થિતિ

 • હોસ્પિટલમાં કુલ 374 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 281 પોઝીટીવ દર્દીઓ, 16 શંકાસ્પદ દર્દીઓ, તથા 77 નેગેટીવ દર્દીઓ છે.
 • 281 પોઝિટિવ દર્દીઓ પૈકી 26 વેન્ટીલેટર, 96 બાયપેપ, 147 ઓકિસજન પર અને અન્ય 12 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
 • 12 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા.
 • હેલ્પ ડેસ્કઃ- 354 ઓડિયો કોલ, 392 વિડીયો કોલકરવામાં આવ્યા. 392 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ની હાલની સ્થિતિ

 • હોસ્પિટલમાં કુલ 690 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 514 પોઝિટિવ દર્દીઓ, 85 શંકાસ્પદ દર્દીઓ, તથા 91 નેગેટીવ દર્દીઓ છે.
 • આ 514 દર્દીઓ પૈકી 242 બાયપેપ, 26 ઈન્સીટીવ વેરીયન્ટ, 198 ઓકિસજન પર અને અન્ય 48 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
 • 85 શંકાસ્પદ દર્દીઓ પૈકી 47 દર્દીઓ વેન્ટિલેટર/બાયપેપ પર 38 ઓકિસજન પર તથા 91 નેગેટિવ દર્દીઓ પૈકી 43 વેન્ટિલેટર/બાયપેપ તથા 45 દર્દીઓ ઓકિસજન પર છે.
 • 1 દર્દીને સમરસ કોવિડ કેર સેન્ટરમાં શીફટીંગ, 11 દર્દીઓને કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટરોમાં અને 19 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા છે.
 • હેલ્પ ડેસ્કઃ 257 ઓડિયો કોલ, 291 વિડીયો કોલ કરવામાં આવ્યા. 329 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

રાંદેરમાં સૌથી વધુ 409, વરાછા-એમાં 54 કેસ

ઝોનકેસકુલકેસ
સેન્ટ્રલ659115
વરાછા-એ549597
વરાછા-બી1018834
રાંદેર40916168
કતારગામ20513265
લિંબાયત1259392
ઉધના1378848
અઠવા39818515
કુલ149493734

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો