તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 21 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,43,273 થયો,મૃત્યુઆંક 2111 પર સ્થિર, ડિસ્ચાર્જ 1,40,957

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 205

કોરોના સંક્રમણમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 21 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,43,273 પર પહોંચી ગયો છે. સરકારી ચોપડે નવું કોઈ મોત ન નીપજતા મૃત્યુઆંક 2111 પર સ્થિર રહ્યો છે. આજે શહેરમાંથી 51 અને જિલ્લામાંથી 10 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,40,957 થયો છે. હાલ શહેર અને જિલ્લામાં 205 એક્ટિવ કેસ છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો
શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો અને સાજા થનારા દર્દીઓની સંખ્યા વધારો રહેતા એક્ટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 14 મહિના પછી પ્રથમ વખત એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 245 નોંધાઈ છે. ગઈ તા. 19 એપ્રિલ 2020ના રોજ શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 223 નોંધાઈ હતી. ત્યાર બાદ એક્ટિવ કેસમાં સતત વધારો થયો હતો.

મ્યુકરના નવા 2 દર્દી, 5ને રજા અપાઈ
નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના નવા 02 કેસ આવ્યા હતાં. બંને સરકારી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 05 દર્દીઓની તબિયતમાં સુધાર આવતા રજા આપવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના નવો 01 દર્દી દાખલ થયો હતો. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં પણ 01 દર્દી દાખલ થયો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં 01 દર્દી અને સ્મીમેર હોસ્પિટલમાં 04 દર્દીની તબિયતમાં સુધાર આવતા રજા આપવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 01 અને સ્મીમેર હોસ્પિટલમાં 02 દર્દીની સર્જરી કરાઈ હતી.