તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:વધુ 644 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 66,454 થયો, નવા 3 મોત સાથે મૃત્યુઆંક વધીને 1183 થયો,MLA રાણા સંક્રમિત

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • સુરત પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

કોરોના સંક્રમણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 644 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 66,454 પર પહોંચી ગયો છે. કોરોનાના કારણે વધુ 3 મોત થતાં મૃત્યુઆંક 1183 પર પહોંચી ગયો છે. શહેરમાંથી આજે 579 અને જિલ્લામાંથી 94 લોકોને કોરોના મુક્ત કરવામાં આવતાં ડિસ્ચાર્જ થયેલાની સંખ્યા વધીને 61,543 પર પહોંચી ગયો છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 3728 પર પહોંચી ગઈ છે. આજે શહેરની પૂર્વ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

30 એપ્રિલ સુધી કોઇપણ કર્મચારીઓની રજા મંજૂર થશે નહીં
સુરતમાં કોરોનાના નવા ટ્રેન્ડને કારણે ઝડપથી વધી રહ્યું છે. સંક્રમણ ઝડપથી ફેલાતો હોવા છતાં સુરતમાં અનેક જગ્યાએ ભીડ જોવા મળી રહી છે. આવી સ્થિતિને કારણે આગામી દિવસોમાં સુરતની હાલત વધુ કફોડી બને તેવી શક્યતા નકારી શકાતી નથી. ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા વધુ સતેજ બન્યું છે. સુરત મહાનગરપાલિકાએ આગામી એપ્રિલ સુધી કોઈ પણ ખાસ કારણ વિના કર્મચારીઓની રજા નહીં મંજુર કરવા માટેનો આદેશ આપી દીધો છે. મહાનગરપાલિકામાં કોરોનાની કામગીરી સાથે જોડાયેલા તમામ કર્મચારીઓએ જાહેર રજાના દિવસે પણ કામગીરી કરવાની સુચના આપી છે. આગામી 30 એપ્રિલ સુધી કોઇપણ કર્મચારીઓની રજા મંજૂર થશે નહીં. આ પ્રકારનો પરિપત્ર મહાનગરપાલિકાના તમામ ઝોનમાં અને વિભાગમાં મોકલી આપવામાં આવ્યો છે.

કોરોનાના કેસ વધતા પાલિકા દ્વારા ટેસ્ટિંગમાં વધારો કરાયો.
કોરોનાના કેસ વધતા પાલિકા દ્વારા ટેસ્ટિંગમાં વધારો કરાયો.

કાપડ માર્કેટ કાર્યરત પણ ગુડ્સ ડિલિવરી પર પ્રતિબંધ
15 દિવસ પૂર્વે પણ શહેરની 165 ટેક્સટાઈલ માર્કેટની 75 હજાર દુકાનો બંધ કરતાં લગભગ 250 કરોડથી વધુની કાપડ ડિલિવરી અટકી ગઈ હતી. પાલિકા કમિશનરના આદેશ બાદ કાપડ વેપારીઓનું સંગઠન મનપા કચેરી દોડી જઈ તરત રજૂઆત કરી હતી કે, માંડ વેપાર થાળે પડ્યો છે. ફરીથી 2 દિવસ માર્કેટ બંધ રાખવામાં આવે તો કાપડ વેપારીઓનો કરોડો રૂપિયાનો વેપાર ખોરવાઈ જશે. વેપારીઓની રજૂઆતને પગલે 2 દિવસ કાપડ માર્કેટ કાર્યરત રાખવા પણ ગુડ્સ ડિલિવરી પર પ્રતિબંધ મુક્યો છે. ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, કમિશનરે માર્કેટમાં અવર-જવર ઓછી થાય તે શરતે દુકાનો ચાલું રાખવા પરવાનગી આપી છે. આગામી શનિ અને રવિ 2 દિવસ દુકાનો ચાલું રહેશે. જોકે, કાપડ ડિલિવરી મર્યાદિત પ્રમાણમાં કરીશું.

કાપડ માર્કેટ અને હીરા બજારમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.
કાપડ માર્કેટ અને હીરા બજારમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.

45થી વધુ ઉંમરની કુલ 24,519એ રસી મૂકાવી
45 થી વધુ વયના વ્યક્તિઓને 1લી એપ્રિલથી રસી આપવાની થયેલી જાહેરાત બાદ ત્રીજા તબક્કાના પ્રથમ દિવસે 45થી વધુ ઉંમરની કુલ 24,519 વ્યક્તિઓએ લાભ લીધો છે. કુલ 222 વેક્સિનેશન સેન્ટરો પર રસી આપવામાં આવી હતી. જેમાં, હેલ્થ કેર વર્કરો, ફ્રન્ટ લાઈન વોરિયર્સોમાં પણ રસીકરણ જારી હોય 1લી એપ્રિલે કુલ મળી 39,550 લોકોએ રસી લીધી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

વધુ વાંચો