કોરોના સુરત LIVE:કોરોનાના કેસમાં વધારો-ઘટાડો યથાવત, બે દિવસ રસીકરણ પર બ્રેક લાગી, આજે તમામ સેન્ટર બંધ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પ્રથમ ડોઝના 93 ટકા અને બીજા ડોઝનો 42 ટકા ટાર્ગેટ એચિવ કરાયો

સુરત શહેર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે. જેની સામે રસીકરણમાં તેજી આવી હતી. જોકે, હવે બે દિવસ કોરોના રસીકરણ પર બ્રેક મારવામાં આવી છે. ગણેશ વિસર્જનનના કારણે આજે રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે.

પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143676 થઈ
શહેરમાં 03 અને જિલ્લામાં 0 કેસ સાથે ગત રોજ શહેર-જિલ્લામાં કોરોનાના વધુ ૦૩ કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143676 થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે. ગત રોજ શહેરમાંથી 05 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141492 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. ગુરૂવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 69 થઈ ગઈ છે.

ગણેશ વિસર્જન હોવાથી વેક્સિનેશન બંધ
17 સપ્ટેમ્બરના રોજ એક દિવસમાં 2.05 લાખનું રેકોર્ડબ્રેક વેક્સિનેશનથી રાજ્યમાં અવ્વલ આવનાર સુરત પાલિકાએ બે દિવસ વેક્સિનેશન પર બ્રેક મારી છે. વેક્સિનેશન શનિવારે બંધ રહ્યું હતું. રવિવારે અનંત ચૌદસ ગણેશ વિસર્જન હોવાથી વેક્સિનેશન બંધ રહેશે. સોમવારથી ચાલુ થઈ શકે છે. પ્રથમ ડોઝના 93 ટકા અને બીજા ડોઝનો 42 ટકા ટાર્ગેટ એચિવ કરાયો છે.