તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 37 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,42,925 થયો, નવા 1 મોત સાથે મૃત્યુઆંક 2105 પર પહોંચ્યો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1402થઈ

કોરોનાની બીજી લહેર અંત તરફ જઈ રહી છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 37 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,42,925 પર પહોંચ્યો છે. આજે વધુ એક મોત સરકારી ચોપડે નોંધાતા મૃત્યુઆંક વધીને 2105 પર પહોંચ્યો છે. આજે શહેરમાંથી 90 અને જિલ્લામાંથી 98 લોકોને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,39,418 પર પહોંચ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ મળીને 1402 એક્ટિવ કેસ છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો
શહેર જિલ્લામાં કોરોના સક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. ગત રોજ શહેરમાં 48 અને જિલ્લામાં 18 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 66 કેસ પોઝિટિવ નોંધાયા હતા. શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત ઘટાડા અને સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1402 થઈ ગઈ છે.

સિવિલ સ્મીમેરમાં મ્યુકોરમાઇકોસિસના નવા 6 કેસ
શહેરની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની સંખ્યામાં ફરી વધારો થયો છે. સિવિલ અને સ્મીમેરમાં નવા 6 દર્દીઓ દાખલ થયા છે. જયારે સ્મીમેરમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિના નવા 3 દર્દી દાખલ થયા છે. તેની સામે 3 દર્દીને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 70 દર્દીઓ રજા લઈને ગયા છે. 6 નાની મોટી સર્જરી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 326 સર્જરી કરવામાં આવી ચુકી છે.

સિવિલમાં 118 અને સ્મીમેરમાં 43 દર્દી સારવાર હેઠળ
હાલ સિવિલ હોસ્પિટલમાં 118 દર્દીઓ સારવાર હેઠળ છે.આવી જ રીતે સ્મીમેર હોસ્પિટલમાં પણ નવા 3 દર્દી દાખલ થયા છે. હાલ સ્મીમેર હોસ્પિટલમાં 43 દર્દીઓ સારવાર હેઠળ છે. સ્મીમેર હોસ્પિટલમાં એક દર્દીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. 1 દર્દીની સર્જરી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 54 સર્જરી સ્મીમેર હોસ્પિટલમાં કરવામાં આવી ચુકી છે. ગત રોજ ત્રણ દર્દીઓને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 60 દર્દીઓને રજા આપવામાં આવી છે.