કોરોના સુરત LIVE:કોરોનાના કેસમાં વધારો, બીજા ડોઝ માટે પાલિકાની ગતિ તેજ, 141 સેન્ટર પર રસી અપાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 81 થઈ ગઈ

સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણનો પગરવ વધી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. જેની સામે પાલિકા દ્વારા બીજા ડોઝ માટેની ગતિ તેજ કરી દેવામાં આવી છે. ગત રોજ શહેર જિલ્લામાં કોરોનાના 9 કેસ સામે આવ્યા હતા. શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 143850 પર પહોંચી ગયો છે. આજે શહેરમાં 141 સેન્ટર પર રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે.

પોઝિટિવ કેસનો આંક 143850 પર પહોંચ્યો
શહેરમાં 04 અને જિલ્લામાં 05 કેસ સાથે શહેર જિલ્લામાં શનિવારે કોરોનાના વધુ 09 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143850 થઈ ગઈ છે. શનિવારે શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે. શનિવારે શહેરમાંથી 04 અને જિલ્લામાંથી 04 મળી 08 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141654 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 81 થઈ ગઈ છે.

એક અઠવાડિયામાં જ્ઞાનવૃદ્ધિ ક્લાસિસના 9 વિદ્યાર્થી સંક્રમિત
ન્યુ સિટીલાઇટની જ્ઞાનવૃદ્ધિ કલાલિસના વધુ બે વિદ્યાર્થી સંક્રમિત થયા હોવાની માહિતી સાંપડી છે. અગાઉ 7 વિદ્યાર્થી કોરોના પોઝિટીવ આવ્યા હતા. આમ એક અઠવાડિયામાં જ્ઞાનવૃદ્ધિ કલાલિસના કુલ 9 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. ઉપરાછાપરી કેસ આવતા પાલિકાની ટીમે ત્રણ દિવસ અગાઉ જ કલાલિસને બંધ કરાવી દીધી હતી. પાલિકાના આરોગ્ય વિભાગની અઠવા ઝોનની ટીમે કલાલિસમાં આવતા તમામ 125 વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ કર્યા હતા.

કોરોના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે
શહેરમાં ધામધૂમથી તહેવારોની થઇ રહેલી ઉજવણી વચ્ચે કોરોના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. શનિવારે શહેરમાં 4 કેસ નોંધાયા હતા. આ ચારેય કેસ અઠવા ઝોન વિસ્તારના છે. 4માંથી 2 કેસ જ્ઞાનવૃદ્ધિ ક્લાસિસના વિદ્યાર્થીના છે. 18થી ઓછી ઉંમરના આ બંને વિદ્યાર્થીઓને કોરોનાના સામાન્ય લક્ષણ હોવાથી આરટીપીસીઆર રિપોર્ટ કરાવતા પોઝિટીવ આવ્યો છે. હાલમાં તેઓ હોમ આઇસોલેશનમાં સારવા હેઠળ છે. કલાલીસમાં શરૂઆતમાં કેસ સામે આવ્યા હતા ત્યારે રેપિડ ટેસ્ટમાં તેઓનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. પાલિકાની ટીમે કલાલીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને કોણ પણ સામાન્ય લક્ષણ જણાય તો આરટીપીસીઆર ટેસ્ટ કરાવી લેવા સુચના આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાલિકાની ટીમે થોડા દિવસ અગાઉ જ 7 કેસ આવતા 14 દિવસ માટે આ કલાલિસને બંધ કરાવી દીધી હતી.