તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:તાઉ-તે વાવાઝોડાને પગલે તમામ કોરોના રસીકરણ કેન્દ્રો આગામી બે દિવસ બંધ રહેશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પોઝિટિવ કેસનો આંક 134622 પર પહોંચ્યો
  • મૃત્યુઆંક 1962 અને કુલ 124374 દર્દી રિકવર થયા
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસ ઘટીને 8286 નોંધાયા

તાઉ-તે વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના છે ત્યારે વાવાઝોડાની આગાહીના પગલે સુરતમાં આગામી બે દિવસ 17 અને 18 મેના રોજ કોરોનાનું વેક્સિનેશન બંધ કરવા નિર્ણય લેવાયો છે. શહેરના તમામ વેક્સિન કેન્દ્રો ખાતે વેક્સિનેસન કામગીરી બંધ રહેશે તેવી જાહેરાત સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાનીએ ટ્વિટર દ્વારા કરવામાં આવી છે.

શહેર જિલ્લામાં કુલ 124374 દર્દીઓ કોરોનાને માત આપી
મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 134622 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 1962 થયો છે. ગત રોજ શહેરમાંથી 771 અને જિલ્લામાંથી 375 મળી 1146 કોરોનાના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 124374 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો
શહેર જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ગત રોજ સતત બીજા દિવસે હજારની નીચે કેસ નોંધાયા હતા. પોઝિટિવ કેસની સામે સાજા થનારા દરદીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસ ઘટીને 8286 નોંધાયા છે.

સ્મીમેર હોસ્પિટલમાં કોવિડ-19ની હાલની સ્થિતિ

  • હોસ્પિટલમાં કુલ 247 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 163 પોઝિટિવ દર્દીઓ, 13 શંકાસ્પદ દર્દીઓ, તથા 71 નેગેટિવ દર્દીઓ છે.
  • 163 પોઝિટિવ દર્દીઓ પૈકી 16 વેન્ટીલેટર, 55 બાયપેપ, 81 ઓકિસજન પર અને અન્ય 11 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
  • 8 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા.
  • હેલ્પ ડેસ્કઃ 247 ઓડિયો કોલ, 253 વીડિયો કોલ કરવામાં આવ્યા. 263 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.