તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 73 કેસ સાથે પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1,42,822 પર પહોંચી, નવા 1 મોત સાથે મૃત્યુઆંક 2102 થયો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1679 થઈ

કોરોના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 73 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,42,822 થયો છે. સરકારી ચોપડે વધુ એક મોત નોંધાતા મૃત્યુઆંક વધીને 2102 પર પહોંચ્યો છે. આજે શહેરમાંથી 92 અને જિલ્લામાંથી 109 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,39,041 થયો છે. શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસ 1679 છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો
સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગત રોજ શહેરમાં 48 અને જિલ્લામાં 23 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 71 કેસ પોઝિટિવ નોંધાયા હતા. શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત ઘટાડા અને સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1679 થઈ ગઈ છે.

મ્યુકોરના નવા 6 કેસ નોંધાયા
સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ મળી મ્યુકોરમાઇકોસિસના નવા 06 કેસ સામે આવ્યા હતા. હાલ મ્યુકોરમાઇકોસિસના 163 દર્દી સારવાર લઈ રહ્યા છે. મ્યુકોરમાઇકોસિસના 05 દર્દીની સર્જરી કરાઈ હતી. 04 દર્દીની તબિયતમાં સુધાર આવતા રજા આપવામાં આવી હતી.નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસ નવા 03 કેસ આવ્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં બે દિવસના વિરામ બાદ મ્યુકોરમાઇકોસિસના નવા 03 કેસો સામે આવ્યા છે. હાલમાં બને હોસ્પિટલમાં 163 દરદીઓ સારવાર લઈ રહ્યા છે.

મ્યુકોરના 5 દર્દીની સર્જરી કરાઈ
નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસમાં 4 દર્દીઓની સર્જરી કરાઇ તો સ્મીમેર હોસ્પિટલમાં 01 દર્દીની સર્જરી કરવામાં આવી હતી. બંને હોસ્પિટલમાં મળીને અત્યાર સુધીમાં 368 સર્જરી થઈ ચૂકી છે. નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 02 દર્દીઓને તો સ્મીમેર હોસ્પિટલમાં પણ 02 દર્દીઓ રજા આપવામાં આવી હતી. બંને હોસ્પિટલમાં મળીને અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસના 120 દર્દીઓને રજા આપવામાં આવી છે.