તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Corona Surat Live, 15 September 2021, 100 Per Cent Vaccination In Athwa Zone, Vaccination To Be Given At 197 Centers Today

કોરોના સુરત LIVE:નવા 4 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,43,660 પર પહોંચ્યો,8 લોકોને ડિસ્ચાર્જ કરતાં સંખ્યા વધીને 1,41,472 થઈ

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં કોરોનાના 73 એક્ટિવ કેસ

શહેર જિલ્લામાં આજ રોજ કોરોનાનો 4 કેસ નોંધાયા છે. જેથી પોઝિટિવનો આંકડો વધીને 1,41,472 થયો છે. મૃત્યુઆંક 2115 પર સ્થિર રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અઠવા ઝોનમાં 100 ટકા વેક્સિનેશન થયું છે જ્યારે અન્ય ઝોનમાં 85 ટકા થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આજે 197 સેન્ટર પર રસી આપવામાં આવશે.

પોઝિટિવ કેસનો આંક 143660 થયો
મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, આજ રોજ શહેરમાં 04 અને જિલ્લામાં 00 કેસ સાથે શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 04 કેસ પોઝિટિવ નોંધાયાં હતાં. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143660 થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે. આજ રોજ શહેરમાંથી 08 અને જિલ્લામાંથી 00 દર્દી કોરોનાને માત આપી સાજા થતા કુલ 08 દર્દીને રજા આપવામાં આવી હતી. હાલ શહેર જિલ્લામાં કોરોનાના 73 એક્ટિવ કેસ છે.

શહેરમાં દૈનિક ટેસ્ટીંગ દસ હજાર જેટલું
રાંદેરમાં સાત દિવસમાં અગિયાર જ્યારે અઠવામાં સાત દિવસમાં નવ કેસ નોંધાયા છે. જો કે, હાલ હોસ્પિટલાઈઝેશન ઓછું છે અને લોકો ઘરે સારવાર લઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, બીજી વેવ પછી પણ પાલિકા દ્વારા શહેરમાં દૈનિક ટેસ્ટીંગ દસ હજાર જેટલું કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં પણ કેસ વધવાની સંભાવના પાલિકાએ વ્યક્ત કરી છે.

અઠવા ઝોનમાં 100 ટકા વેક્સિનેશન
પાલિકાના 8 ઝોન પૈકી અઠવા ઝોનમાં કાર્યરત તમામ વેક્સિન સેન્ટરો પરથી સૌથી વધુ 100 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઈ છે. અઠવા ઝોનની વસ્તી મુજબ 3,36,231ને પ્રથમ ડોઝ મુકાઇ ગયો છે. જ્યારે બાકીનાં ઝોન સરેરાશ 85 ટકા વેક્સિનેશન થયું છે.

વેક્સિનેશન સેન્ટરનું લિસ્ટ