તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 806 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,34,622 પર પહોંચ્યો, નવા 14 મોત સાથે મૃત્યુઆંક 1962 થયો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર.
  • શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 8286 થઈ

કોરોના સંક્રમણ ધીમી ગતિએ ઘટીએ રહ્યું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 806 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,34,622 પર પહોંચી ગયો છે. આજે સરકારી ચોપડે વધુ 14 મોત સાથે મૃત્યુઆંક 1962 થયો છે. શહેરમાંથી 771 અને જિલ્લામાંથી 375 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 1,24,374 પર પહોંચી ગઈ છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 8286 પર પહોંચી ગઈ છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો
સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. એક મહિના બાદ ગત રોજ 1000ની નીચે કેસ નોંધાયા હતા. કેસમાં ઘટાડા અને રિકવરીમાં વધારો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ શહેર જિલ્લામાં કુલ 8640 એક્ટિવ કેસ છે. જોકે, મોતનો આંકડો રોજ 10થી વધુ આવી રહ્યો હોવાથી તંત્રમાં ચિંતા પણ છે.

રસીકરણ પર બ્રેક લાગી
45 વર્ષથી વધુના લોકો અને હેલ્થ કેર-ફ્રન્ટ લાઈન વર્કરને શુક્રવારથી ત્રણ દિવસ રસીકરણ પર બ્રેક લાગી છે. માત્ર 18થી 44 વર્ષના વય જૂથના લોકોને જ એપોઇન્ટમેન્ટ આપવામાં આવી રહી છે. શુક્રવારે કુલ 4653 લોકોને જ રસી મુકાઈ છે. પાલિકાના રસીકરણમાં દૈનિક 12થી 13 હજાર લોકો રસીનો લાભ લેતાં હતાં પરંતુ બ્રેક લાગતાં આ આંકડો ઘટીને માંડ 4653 થયો છે.