તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 71 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,42,749 પર પહોંચ્યો, નવા 1 મોત સાથે મૃત્યુઆંક 2101 થયો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1808 થઈ

કોરોના સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. સુરત મહાનગર પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 71 કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો વધીને 1,42,749 પર પહોંચ્યો છે. સરકારી ચોપડે વધુ એક મોત સાથે મૃત્યુઆંક વધીને 2101 થયો છે. શહેરમાંથી આજે 96 અને જિલ્લામાંથી 108 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,38,840 પર પહોંચ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં મળીને કુલ 1808 એક્ટિવ કેસ છે..

એક્ટિવ કેસમાં સતત ઘટાડો
શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત ઘટાડા અને સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 87 દિવસ બાદ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 2 હજાર થી નીચે પહોંચી ગઈ છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1808 થઈ ગઈ છે.ગઈ તા. 19 માર્ચના રોજ શહેર જિલ્લામાં 1839 એક્ટિવ કેસ નોંધાયા હતા. ત્યાર બાદ સતત એક્ટિવ કેસની સંખ્યા 2 હજારથી વધુ નોંધાઈ હતી.

મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સંખ્યા-મોતમાં ઘટાડો
શહેર-જિલ્લામાં મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સંખ્યા તેમજ મૃત્યુ ઘટી રહ્યા છે. નવી સિવિલમાં મ્યુકોરમાઇકોસિસના 3 કેસ સામે આવ્યા છે. જ્યારે નવી સિવિલમાં મ્યુકોરમાઇકોસિસના 8 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. સ્મીમેરમાં મ્યુકોરમાઇકોસિસના એકપણ સર્જરી કરાઈ ન હતી અને એકપણ નવો કેસ આવ્યો ન હતો.

મ્યુકોરમાઇકોસિસથી એકનું પણ મોત નહીં
મ્યુકોરમાઇકોસિસના દર્દીની તબિયતમાં સુધાર આવતા સ્મીમેરમાં 2 દર્દીને અને નવી સિવિલમાં 3 દર્દીને રજા આપવામાં આવી હતી. બંને સરકારી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસની 363 સર્જરી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે. કોરોનાના કેસમાં ઘટાડો થતા મ્યુકોરમાઇકોસીસના કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. મ્યુકોરમાઇકોસિસને લીધે એકપણ મૃત્યુ નોંધાયું ન હતું.