તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 850 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,33,816 થયો, વધુ 13 મોત સાથે મૃત્યુઆંક 1948 થયો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસ ઘટની 8640 થયાં

કોરોના સંક્રમણ ધીમી ગતિએ ઘટી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધી 850 કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો વધીને 1,33,816 થયો છે. આજે સરકારી ચોપડે નવા 13 મૃત્યુ નોંધાતા મૃત્યુઆંક વધીને 1948 થયો છે. આજે શહેરમાંથી 1410 અને જિલ્લામાંથી 287 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,23,228 થયો છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 8640 થઈ છે.

કોરોનાનો રિકવરી રેટ ફરીથી 90% ઉપર
એક મહિના બાદ શહેર જિલ્લામાં કોરોનાનો રિકવરી રેટ ફરીથી 90% થી ઉપર પહોંચી 91.40% નોંધાયો છે. ગઈ તા. 11 એપ્રિલના રોજ શહેર જિલ્લામાં રિકવરી રેટ 90.68% નોંધાયો હતો. પોઝિટિવ કેસની સામે સાજા થનારા દરદીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુરુવારે એક્ટિવ કેસ ઘટીને 9500 નોંધાયા છે.

એક્ટિવ કેસની સંખ્યા 10 હજારથી નીચે પહોંચી
શહેર જિલ્લામાં 28 દિવસ બાદ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 10 હજારથી નીચે પહોંચી 8640 નોંધાઈ છે. ગઈ તા. 16 એપ્રિલના રોજ એક્ટિવ કેસની સંખ્યા 9907 નોંધાઈ હતી. ત્યાર બાદ સતત એક્ટિવ કેસની સંખ્યા 10 હજારથી ઉપર નોંધાઈ હતી.