તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 78 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,42,678 પર પહોંચ્યો, નવા 2 મોત સાથે મૃત્યુઆંક 2100 થયો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1942 થઈ

કોરોના સંક્રમણમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 78 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,42,678 પર પહોંચ્યો છે. સરકારી ચોપડે નવા 2 મોત સાથે મૃત્યુઆંક 2100 થયો છે. આજે શહેરમાંથી 101 અને જિલ્લામાંથી 104 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,38,636 પર પહોંચ્યો છે., હાલ એક્ટિવ કેસ 1942 થયા છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો નોંધાયો
સુરત શહેર જિલ્લામાં કોરોના કેસની સંખ્યા ડબલ ડિઝિટમાં આવી ગઈ છે. કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. ગત રોજ શહેર જિલ્લામાં 96 કેસ નોંધાયા હતા. શહેર-જિલ્લામાં પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1942 થઈ ગઈ છે.

મ્યકોરમાઈકોસિસનો નવો એક પણ કેસ ન નોંધાયો
સિવિલ અને સ્મીમેરમાં રવિવારે મ્યુકરમાઇકોસિસનો એક પણ નવો કેસ ન નોંધાતા તંત્રએ રાહત અનુભવી છે. તેવી જ રીતે સિવિલ અને સ્મીમેરમાં રવિવારે મ્યુકોરમાઈકોસિસની સારવાર દરમિયાન એક પણ દર્દીનું મોત પણ નિપજ્યું ન હતું. રવિવારે સિવિલમાંથી 4 દર્દીને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 59 દર્દીઓને રજા આપવામાં આવી છે.

સિવિલ-સ્મીમેરમાં 13 દર્દીની સર્જરી કરાઈ
સિવિલમાં 12 નાની-મોટી સર્જરી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 303 સર્જરી કરવામાં આવી છે. હાલ સિવિલમાં 114 દર્દીઓ સારવાર હેઠળ છે. તેવી જ રીતે સ્મીમેરમાં 1 દર્દીને રજા અને 1 દર્દીની સર્જરી કરી હતી. અત્યાર સુધીમાં 51 દર્દીઓને રજા અને સ્મીમેરમાં 52 સર્જરી કરવામાં આવી છે. હાલ સ્મીમેરમાં મ્યકોરમાઈકોસિસના 45 દર્દીઓ સારવાર હેઠળ છે.