તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 5 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,43,390 થયો, મૃત્યુઆંક 2113 પર સ્થિર, રિક્વરની સંખ્યા 1,41,206 થઈ

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 71 નોંધાઈ

કોરોના સંક્રમણ ઘટીને એક અંક પર પહોંચી ગયું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 5 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,43,390 થયો છે. સરકારી ચોપડે નવું મોત ન નોધાતા મૃત્યુઆંક 2113 થયો છે. શહેરમાંથી આજે 10 અને જિલ્લામાંથી 1 ને કોરોના મુક્ત જાહેર કરવામાં આવતાં ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,41,206 પર પહોંચ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 71 થઈ છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો
સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. શહેરમાં 05 અને જિલ્લામાં 02 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 07 કેસ પોઝિટિવ નોંધાયા હતા. શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો અને સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 71 થઈ ગઈ છે.