સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે. જોકે, કેસ 10ની નીચે હોવાથી થોડી રાહત છે. આ સાથે દરરોજ મ્યુકોરમાઇકોસિસના કેસ પણ નોંધાઈ રહ્યા છે. મ્યુકોરના નવા બે દર્દી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ થયા હતા. રવિવારે માત્ર બીજો ડોઝ લેનારાને રસી અપાશે જ્યારે રજીસ્ટ્રેશન કરાવનારા અને મેસેજ જેને આવ્યા છે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, 18 વર્ષથી વધુ ઉંમરના 72 ટકા લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે.
કુલ પોઝિટિવની સંખ્યા 1,43,547 થઈ
શહેર જિલ્લામાં આજ રોજ કોરોનાના નવા 3 કેસ સામે આવ્યાં હતાં. શહેરમાં 1 અને જિલ્લામાં પણ નવા 2 કેસ સામે આવ્યાં હતાં. જેને પગલે શહેર જિલ્લામાં કુલ પોઝિટિવની સંખ્યા 1,43,547 પર પહોંચી ગઈ છે. એકપણ વ્યક્તિએ કોરોનામાં જીવ ખોયો ન હતો. અત્યાર સુધીમાં 2114 લોકોના મોત કોરોનાને લીધે થયા હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. શહેરમાં આજ રોજ 4 લોકો કોરોના મુક્ત બન્યા હતા. હાલ શહેર જિલ્લામાં કોરોનાના કુલ 54 એક્ટિવ કેસ છે.
વેક્સિનના બંને ડોઝ લીધા હોય તો એરપોર્ટ પર RT-PCRની જરૂર નહીં
એરપોર્ટ ઉતરનારા પેસેન્જરે જો વેક્સિનના બંને ડોઝ મુકાવ્યા હશે તો તેમની પાસે આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ માંગવામાં આવશે નહીં. ગુરુવારના રોજ અલગ અલગ એરલાઈન્સ કંપનીના મેનેજર સાથે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેનેજરો દ્વારા રજૂઆત ત્યાર બાદ ચેમ્બરના પ્રમુખ દ્વારા મનપા કમિશનરને રજૂઆત તેમણે આ નિર્ણય લીધો હતો.
મ્યુકોરમાઇકેસિસના કુલ 15 દર્દી સારવાર હેઠળ
મ્યુકોરમાઇકોસિસમાં નવી સિવિલમાં વધુ એક દર્દી મળી 12 દર્દી દાખલ છે.જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં નવા એક દર્દી સાથે 3 દર્દી સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં સિવિલમાં 45 અને સ્મીમેરમાં 25 મળી કુલ 70 દર્દીઓ મોતને ભેટયા છે.
શહેરમાં 72 ટકાને પ્રથમ ડોઝ મુકાઇ ગયો
સુરત મહાનગર પાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી રસીકરણ બમણું કરી નાંખવામાં આવ્યું છે. જેના કારણે શહેરમાં પહેલો ડોઝ મુકાવનારની સંખ્યા 24 લાખને પાર થઇ ગઇ હોવાની માહિતી સાંપડી છે. આ સાથે શહેરમાં 72 ટકાને પ્રથમ ડોઝ મુકાઇ ગયો છે. બે અઠવાડિયા અગાઉ બીજા ડોઝ માટે રસીકરણ સેન્ટરો પર પડાપડી થતી હતી. પરંતુ હાલમાં પ્રથમ અને સેકન્ડ ડોઝના સેન્ટરો અલગ કરવા સાથે રસીકરણ બમણું કરવામાં આવતા થોડી રાહત થઇ છે. હાલમાં 1.57 લાખ લોકોનો સેકન્ડ ડોઝ માટેનો સમય થઇ ગયો છે. શહેરમાં છેલ્લા 10 દિવસમાં 3.98 લાખ લોકોએ રસી મુકાવી દીધી છે. ગત રોજ 54,349 લોકોને રસી મુકાઇ હતી.
વેક્સિન સેન્ટરનું લિસ્ટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.