કોરોના સુરત LIVE:પોઝિટિવ કેસનો આંક 142504 પર પહોંચ્યો, મૃત્યુઆંક 2097 અને કુલ 138286 દર્દી રિકવર થયા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2121 થઈ

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 142504 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 2097 પર સ્થિર છે. ગત રોજ શહેરમાંથી 104 અને જિલ્લામાંથી 54 દર્દીઓ મળી 158 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 138286 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2121 થઈ ગઈ છે.

156 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ
શહેરમાં કોરોનાના 156 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં 69, સ્મીમેર હોસ્પિટલમાં 80 અને ખાનગી હોસ્પિટલમાં 7 કોરોના દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

મ્યુકોરના નવા 5 કેસ સામે આવ્યા
શહેરની સરકારી હોસ્પિટલમાં મ્યુકોરના નવા 5 કેસ સામે આવ્યા હતા. નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ મળી કુલ 06 સર્જરી કરવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસમાં 04 નવા કેસ સામે આવ્યા હતા.જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં નવા 01 નવો કેસ આવ્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના 05 દરદીઓની સર્જરી કરાઈ તો સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના 1 દરદીની સર્જરી કરાઈ હતી. સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના એક દરદીનું મોત થયું હતું. મ્યુકોરમાઇકોસીસના દરદીની તબિયતમાં સુધાર આવતા સ્મીમેર હોસ્પિટલમાં 01 દરદીને અને નવી સિવિલ હોસ્પિટલમાં 04 દરદીઓને રજા આપવામાં આવી હતી.

ખાનગી હોસ્પિટલમાં પણ મ્યુકોરના દર્દીઓની સંખ્યા ઘટી
શહેરની બંને સરકારી હોસ્પિટલો ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.કોરોનાની બીજી લહેર બાદ તરત જ શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ મ્યુકોરના અંદાજિત 300 જેટલા દર્દીઓ દાખલ હતા.હાલ શહેરની તમામ ખાનગી હોસ્પિટલ મળી અંદાજિત 120 જેટલા દર્દીઓ સારવાર હેઠળ હોવાનું તબીબી સૂત્રો જણાવી રહ્યા છે.કિરણ હોસ્પિટલમાં હાલ ગંભીર સ્થિતના મ્યુકોરમાઇકોસિસ દર્દીઓ આવી રહ્યા છે.હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઘટી નથી પણ નવા દાખલ થતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો આવ્યો છે.આવી જ રીતે મહાવીર હોસ્પિટલમાં પણ છેલ્લા અઠવાડિયામાં મ્યુકોરમાઇકોસિસનું કોઈ નવું દર્દી ઉમેરાયું નથી.યુનિક અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દી ઘટ્યા હોવાનું જણાંવવામાં આવ્યું હતું.