તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 7 કેસ સાથે પોઝિટિવ કેસનો આંક 1,43,385 પર પહોંચ્યો, મૃત્યુઆંક 2113 પર સ્થિર,આવતીકાલે વેક્સિનેશન બંધ રહેશે

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 77 નોંધાઈ

કોરોના સંક્રમણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસનના જણાવ્યા પ્રમાણે વધુ 7 કોરોના પોઝિટિવ કેસનો આંક સાથે પોઝિટિવનો આંકડો વધીને 143385 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 2113 પર સ્થિર થયો છે. આજ રોજ શહેરમાંથી 09 અને જિલ્લામાંથી 01 દર્દી સાથે કુલ 10 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141195 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 77 નોંધાઈ છે.મહાનગરપાલિકા હસ્તકના રસીકરણ કેન્દ્ર પર આવતીકાલે રસી આપવામાં આવશે નહીં તેવી જાહેરાત કરવામાં આવી છે.

હવે હોસ્પિટલમાં માત્ર 12 દર્દી દાખલ
નવી સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલ મળીને સોમવારે હોસ્પિટલમાં કોરોનાના માત્ર 12 દર્દીઓ સારવાર માટે દાખલ હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

શહેર જિલ્લામાં કોરોનાનો રિકવરી રેટ 98.48% થયો
શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો છે જ્યારે તેની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતા રીકવરી રેટ પણ અત્યાર સુધીમાં સૌથી ટોચ પર પહોંચી ગયો છે. શહેર જિલ્લામાં રિકવરી રેટ 98.48% નોંધાયો છે.