કોરોના સુરત LIVE:મ્યુકોરમાઇકોસિસના વધુ 3 કેસ નોંધાયા, આજે 159 સેન્ટર પર રસીકરણ, સગર્ભા અને 65 વર્ષથી વધુ વયના લોકો માટે અલગ વ્યવસ્થા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 53 નોંધાઈ

સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે મ્યુકોરમાઇકોસિસના કેસમાં વધારો થયો છે. મ્યુકોરના નવા 3 દર્દી સ્મીમેર હોસ્પિટલમાં દાખલ થયા હતા. પાલિકા દ્વારા વેક્સિનેશનમાં સરળતા રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે 159 સેન્ટર પર લોકોને વેક્સિન આપવામાં આવશે. જેમાં 8 સેન્ટર પર સગર્ભા અને 65 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવાની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,43,538 થઈ
શહેરમાં ગત રોજ કોરોનાના વધુ 03 અને જિલ્લામાં 0 કેસ સાથે શહેર જિલ્લામાં વધુ 03 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,43,538 થઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2114 થયો છે. ગત રોજ શહેરમાંથી 04 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141371 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 53 નોંધાઈ છે.

મ્યુકોરમાઇકોસિસના ત્રણ દર્દીને રજા આપવામાં આવી
શહેરની સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકોરના નવા ૩ દર્દી દાખલ થયા છે. જ્યારે તેની સામે ૩ દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. સિવિલમાં 11 અને સ્મીમેરમાં 3 દર્દીઓ મ્યુકોરની સારવાર માટે દાખલ છે.

વેક્સિનેશન માટે સરળતા રહે તે માટે વ્યવસ્થા
પાલિકા દ્વારા વેક્સિનેશન માટે 159 સેન્ટર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 83 સેન્ટર પર કોવિશીલ્ડનો પહેલો ડોઝ આપવામાં આવશે. 46 સેન્ટર પર કેવિશીલ્ડનો બીજો ડોઝ આપવામાં આવશે. આ સાથે સગર્ભા અને 65 વર્ષથી વધુ વયના લોકો માટે 8 સેન્ટર અને ઓનલાઈન એપોઈનમેન્ટ લેનાર માટે 8 સેન્ટર જાહેર કરાયા છે. જ્યારે 12 સેન્ટર પર કોવેક્સિન રસી આપવામાં આવશે અને બે સેન્ટર પર વિદેશ જતા લોકો માટે જાહેર કરાયા છે.

વેક્સિનેશનનું સરવૈયું
સુરત શહેરમાં અત્યાર સુધીમાં 31.66 લાખ લોકોને વેક્સિન આપવામાં આવશે. જેમાં 23.95 લાખો લોકોને પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 7.71 લાખ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

વેક્સિનેશન સેન્ટરનું લિસ્ટ