તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Corona Surat Live, 12 September 2021, Increase In Active Cases Of Corona, Only Covacin Vaccine Will Be Available At 41 Centers Today

કોરોના સુરત LIVE:નવા 8 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,43,648 પર પહોંચ્યો, મૃત્યુઆંક 2115 થયો, ડિસ્ચાર્જ 1,41,450

સુરત4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 83 નોંધાઈ

સુરત શહેર જિલ્લામાં કોરોના કેસમાં નજીવો વધારો થયો છે. આ સાથે કોરોનાના એક્ટિવ કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે રવિવાર રજાના દિવસે પણ પાલિકા દ્વારા વેક્સિનેશન શરૂ રાખવામાં આવ્યું હતું. જોકે, આજે માત્ર 41 સેન્ટર પર માત્રને માત્ર કોવેક્સિન રસી જ આપવામાં આવી હતી.

પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143648 થઈ
શહેરમાં આજ રોજ 06 અને જિલ્લામાં 02 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 08 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143648 થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે. આજ રોજ શહેરમાંથી 01 અને જિલ્લામાંથી 02 દર્દીઓએ કોરોનાને માત આપી સાજા થતા 3 દર્દીને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141450 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 83 નોંધાઈ છે.

વેક્સિનેશનનું સરવૈયું
શહેરમાં વેક્સિનેશનની ગતિ ઝડપથી વધવા લાગી છે. શનિવારે 28 હજાર લોકોનું રસીકરણ થયું હતું. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 42,43,034 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. જેમાં પ્રથમ ડોઝ 30,57,558 અને બીજો ડોઝ 11,83,476 લોકોને અપાઇ છે. શહેરમાં 34,32,737ને રસી આપવાના ટાર્ગેટ સામે 30.57 લાખને પ્રથમ ડોઝ અપાતા 89.07 ટકા જેટલી રસીકરણની કામગીરી થઇ ગઇ છે. 38.72 ટકા લોકોને બીજો ડોઝ મૂકાયો છે. આજે કોવીશીલ્ડના સેન્ટરો બંધ છે માત્ર 41 સેન્ટર પર કોવેક્સિન જ મળશે.

વેક્સિનેશન સેન્ટરનું લિસ્ટ