તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:પોઝિટિવ કેસનો આંક 130918 પર પહોંચ્યો, મૃત્યુઆંક 1907 અને કુલ 117706 દર્દી રિકવર થયા

સુરત3 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 11305 થઈ ગઈ છે

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 130918 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1907 થયો છે. ગત રોજ શહેરમાંથી 1712 અને જિલ્લામાંથી 372 મળી શહેર જિલ્લામાંથી 2084 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 117706 કોરોનાના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો
શહેરમાં જિલ્લામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતા એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 11305 થઈ ગઈ છે.

નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ની હાલની સ્થિતિ

 • હોસ્પિટલમાં કુલ 397 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 358 પોઝિટિવ દર્દીઓ, 20 શંકાસ્પદ દર્દીઓ અને 19 નેગેટિવ દર્દીઓ છે.
 • 358 પોઝિટિવ દર્દીઓ પૈકી 161 બાયપેપ, 21 ઇન્વેઝીવ વેરીયન્ટ, 155 ઓકિસજન પર અને અન્ય 44 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
 • 20 શંકાસ્પદ દર્દીઓ પૈકી 12 દર્દીઓ બાયપેપ પર 8 ઓકિસજન પર તથા 19 નેગેટિવ દર્દીઓ પૈકી 4 બાયપેપ તથા 3 દર્દી ઓકિસજન પર તથા 12 રૂમ એર બેડ પર છે.
 • 12 દર્દીઓને શીંફટીગ કરીને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા છે.
 • હેલ્પ ડેસ્ક: 361 ઓડિયો કોલ, 191 વીડિયો કોલ, 265 આઉટ સાઈટ કોલ કરવામાં આવ્યા. 479 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

સ્મીમેર હોસ્પિટલમાં કોવિડ-19ની હાલની સ્થિતિ

 • હોસ્પિટલમાં કુલ 330 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 211 પોઝિટિવ દર્દીઓ, 27 શંકાસ્પદ દર્દીઓ અને 92 નેગેટિવ દર્દીઓ છે.
 • 211 પોઝિટિવ દર્દીઓ પૈકી 28 વેન્ટીલેટર, 72 બાયપેપ , 99 ઓકિસજન પર અને અન્ય 12 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
 • 12 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા.
 • હેલ્પ ડેસ્કઃ 232 ઓડિયો કોલ, 337 વીડિયો કોલ કરવામાં આવ્યા. 353 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.