કોરોના સુરત LIVE:વધુ 100 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,42,504 પર પહોંચ્યો, નવું મોત ન નીપજતાં મૃત્યુઆંક 2097 પર સ્થિર

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • હાલ શહેર જિલ્લામાં 2121 એક્ટિવ કેસ

કોરોના સંક્રમણ બે આંકડામાં આવી ગયા બાદ ફરીથી ત્રણ આંકડે પહોંચી ગયું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 100 કેસ સાથે પોઝિટિવનો આંકડોવધીને 1,42,504 પર પહોંચી ગયો છે. સરકારી ચોપડે આજે નવું મોત ન નીપજતાં મૃત્યુઆંક 2097 પર સ્થિર રહ્યો છે. શહેરાંથી આજે 104 અને જિલ્લામાં 54 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 1,38,286 પર પહોંચી ગયો છે. હાલ એક્ટિવ કેસ 2121 પર પહોંચ્યો છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો
સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે. ગત રોજ શહેર-જિલ્લામાં કોરોનાના નવા 85 કેસ સામે આવ્યા હતા. પોઝિટિવ કેસની સામે રિકવર થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ શહેર જિલ્લામાં 2121 એક્ટિવ કેસ છે.

મ્યુકોરના નવા 5 કેસ નોંધાયા
શહેરની બંને સરકારી હોસ્પિટલ નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ મળી મ્યુકોરમાઇકોસીસના નવા 04 કેસ સામે આવ્યા હતા. નવી સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે 04 સર્જરી કરવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસમાં 03 કેસ સામે આવ્યા હતા. સ્મીમેર હોસ્પિટલમાં નવો 01 કેસ આવ્યો હતો.

મ્યુકોરથી એક પણ દર્દીનું મોત નહીં
નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના 04 દરદીઓની સર્જરી કરાઈ હતી. નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના એકપણ દર્દીનું મોત થયું ન હતું. મ્યુકોરમાઇકોસીસના દર્દીની તબિયતમાં સુધાર આવતા સ્મીમેર હોસ્પિટલમાં 01 દર્દીને રજા આપવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલમાંથી મ્યુકોરમાઇકોસીસના એક દર્દીને અન્ય હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું.

57 દિવસે કોરોનાને હરાવ્યો
સ્મીમેરમાં ઘણા વર્ષો સુધી ફરજ બજાવીને ગત 2020ના માર્ચ મહિનામાં વયનિવૃત્ત થયેલા 59 વર્ષીય ઇન્ચાર્જ સિસ્ટર મિનાક્ષીબેન છનાભાઇ પટેલ 09 એપ્રિલ,2021ના રોજ કોરોનાને કારણે ગંભીર અવસ્થામાં સ્મીમેરમાં લાવવામાં આવ્યા હતા. જેમણે 57 દિવસની સારવાર બાદ કોરોનાને હરાવ્યો હતો. મિનાક્ષીબેન સહિત સેંકડો દર્દીઓની સારવારમાં સક્રિય યોગદાન આપનાર મેડિસિન વિભાગના એડિશનલ પ્રોફેસર ડો.દિપક શુક્લાએ જણાવ્યું હતું કે, મિનાક્ષીબેનના લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથી શરૂઆતમાં 15 લિટર ઓક્સિજન આપવામાં આવ્યું હતું. તેમ છતાં ઓક્સિજનનું લેવલ જળવાતું ન હોવાથી બીજા જ દિવસે તેમને બાયપેપ પર 40 ટકા ઓક્સિજન સાથે રાખવામાં આવ્યા. પરંતુ તેમ છતાં સ્વાસ્થ્ય બગડતા તેમને 12મી એપ્રિલના રોજ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. તેમને સમય સમય પર વેન્ટિલેટરના CPAP અને IPPV સેટિંગ પર રાખવામાં આવ્યા હતા. સ્મીમેરના તબીબી સ્ટાફ તેમજ નર્સિંગ સ્ટાફ વર્ષોથી ગંભીરથી અતિ ગંભીર દર્દીઓને વેન્ટિલેટર સહિતની સારવાર આપવા ટેવાયેલો હોવાથી આ સ્ટાફ ખૂબ જ નિપુણ તેમજ કાર્યદક્ષ રીતે વેન્ટિલેટરની સારવાર આપી શકે છે.