તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 4 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,43,378 થયો, મૃત્યુઆંક 2113 પર સ્થિર, રિક્વર 1,41,185

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 80 થઈ

કોરોના સંક્રમણ સમાપ્ત થવાના આરે આવી ગયું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 04 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,43,378 થયો છે. સરકારી ચોપડે નવું કોઈ મોત ન નીપજતાં મૃત્યુઆંક 2113 પર સ્થિર રહ્યો હતો. શહેરમાંથી આજે 8 અને જિલ્લામાંથી 1 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો કુલ આંકડો વધીને 1,41,185 થયો છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 80 થઈ છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો
સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. ગત રોજ શહેરમાં 11 અને જિલ્લામાં 02 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 13 કેસ પોઝિટિવ નોંધાયા હતા. શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો અને સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 80 થઈ ગઈ છે.

મ્યુકોરમાઇકોસિસમાં નવો કેસ અને સર્જરી નહી
મ્યુકોરમાઇકોસિસમાં નવી સિવિલમાં અને સ્મીમેરમાં એક પણ મોત નથી. એકપણ કેસ નથી અને કોઇ સર્જરી પણ થઇ નથી. અત્યાર સુધીમાં સિવિલમાં 38 અને સ્મીમેરમાં 21 મળી કુલ 59 દર્દીઓ મોતને ભેટ્યા છે. નવી સિવિલમાં 19 દર્દી અને સ્મીમેર હોસ્પિટલમાંથી 5 દર્દીઓની અત્યાર સુધીમાં આંખ કાઢવામાં આવી છે.