સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં વધ-ઘટ થઈ રહી છે. દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસની સારવાર માટે દાખલ વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 46 અને સ્મીમેર હોસ્પિટલમાં 25 દર્દીઓના મોત નિપજ્યા છે. આજથી રસીકરણની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેનાર છે. જેમાં 150 સેન્ટર પર રસી આપવામાં આવ્યા છે અને 65 વર્ષથી વધુ વયના લોકો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવે છે.
કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,43,535 થઈ
શહેરમાં ગત રોજ કોરોનાના વધુ 03 અને જિલ્લામાં 0 કેસ સાથે શહેર-જિલ્લામાં વધુ 03 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,43,535 થઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2114 થયો છે. ગત રોજ શહેરમાંથી 03 અને જિલ્લામાંથી 01 મળી 04 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 1,41,367 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 54 નોંધાઈ છે.
મ્યુકોરમાઈકોસિસનો વધુ એક નોંધાયો
સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસની સારવાર માટે દાખલ વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 46 અને સ્મીમેર હોસ્પિટલમાં 25 દર્દીઓના મોત નિપજ્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસની સારવાર માટે વધુ 1 દર્દી દાખલ થયો છે. સિવિલ હોસ્પિટલમાં 12 અને સ્મીમેર હોસ્પિટલમાં 2 દર્દીઓ મ્યુકોરમાઈકોસિસની સારવાર માટે દાખલ છે. સ્મીમેર હોસ્પિટલમાંથી 1 દર્દીને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સિવિલમાંથી 184 અને સ્મીમેરમાંથી 169 દર્દીઓને રજા આપવામાં આવી છે.
ઓનલાઇન એપોઇમેન્ટ લીધી હોય તેના માટે 8 સેન્ટર
શહેરમાં ગત રોજ માત્ર સેકન્ડ ડોઝ માટે જ રસીકરણ અભિયાન ચાલું રાખવામાં આવ્યું હતું. જેમાં 13252 લોકોએ બીજો ડોઝ મુકાવ્યો હતો. શહેરમાં આજથી રસીકરણની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેનાર છે. જેમાં 78 કોવિશીલ્ડના કેન્દ્ર પર પ્રથમ ડોઝ, 45 કોવિશીલ્ડના કેન્દ્ર પર સેકન્ડ ડોઝ, ઓનલાઇન એપોઇમેન્ટ લીધી હોય તેના માટે 8 કેન્દ્ર, વિદેશ જતા નાગરિકો માટે 2, સગર્ભા બહેનો અને 65 વર્ષથી વધુ વયના લાભાર્થી માટે 8 કેન્દ્ર તથા કોવેક્સીનના 12 રસીકરણ કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યા છે.
રસીકરણ સેન્ટરનું લિસ્ટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.