તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:પોઝિટિવ કેસનો આંક 129863 પર પહોંચ્યો, મૃત્યુઆંક 1894 અને કુલ 115622 દર્દી રિકવર થયા

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 12347 થઈ

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 129863 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1894 થયો છે. ગત રોજ શહેરમાંથી 1809 અને જિલ્લામાંથી 378 મળી શહેર જિલ્લામાંથી 2187 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 115622 કોરોનાના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો થયો
શહેરમાં જિલ્લામાં રોજ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતા એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 12347 થઈ ગઈ છે.

સ્મીમેર હોસ્પિટલમાં કોવિડ-19ની હાલની સ્થિતિ

  • હોસ્પિટલમાં કુલ 311 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 209 પોઝિટિવ દર્દીઓ, 18 શંકાસ્પદ દર્દીઓ, તથા 84 નેગેટિવ દર્દીઓ છે.
  • 209 પોઝિટિવ દર્દીઓ પૈકી 25 વેન્ટીલેટર, 70 બાયપેપ , 98 ઓકિસજન પર અને અન્ય 16 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
  • 10 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા.
  • હેલ્પ ડેસ્કઃ 258 ઓડિયો કોલ, 321 વીડિયો કોલકરવામાં આવ્યા. 341 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.