તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 85 કેસ સાથે પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1,42,404 પર પહોંચ્યો, નવા 1 મોત સાથે મૃત્યુઆંક 2097 થયાં

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2179 થઈ

કોરોના સંક્રમણની બીજી લહેર નહિવત રહી છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 85 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,42,404 પર પહોંચી ગયો છે. આજે સરકારી ચોપડે વધુ 1 મોત નોંધાતા મૃત્યુઆંક વધીને 2097 થયો છે. શહેરમાંથી આજે 125 અને જિલ્લામાં 76 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી કુલ ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,38,128 પર પહોંચી ગયો છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2179 પર પહોંચી ગયો છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો
સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગત રોજ શહેરમાં 60 અને જિલ્લામાં 29 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 89 કેસ પોઝિટિવ નોંધાયા હતા. પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2179 થઈ ગઈ છે.

મ્યુકોરના વધુ બે દર્દી દાખલ થયા
શહેરની બંને સરકારી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. ફક્ત 2 જ નવા દર્દી ઉમેરાયા હતા.જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસનું એક નવું દર્દી દાખલ થયું હતું તેમજ 2 દર્દીને રજા આપવામાં આવી હતી.અત્યાર સુધીમાં 46 દર્દીઓ રજા લઈને ગયા છે. 12 નાની મોટી સર્જરી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 284 સર્જરી કરવામાં આવી ચુકી છે.

ત્રણ દર્દીઓને રજા આપવામાં આવી
હાલ સિવિલ હોસ્પિટલમાં 128 દર્દીઓ સારવાર હેઠળ છે. આવી જ રીતે સ્મીમેર હોસ્પિટલમાં નવું 1 દર્દી એડમિટ થયું હતું. હાલ સ્મીમેર હોસ્પિટલમાં 47 દર્દીઓ સારવાર હેઠળ છે. સ્મીમેર હોસ્પિટલમાં એકપણ દર્દીની મોત નીપજ્યું નથી. 2 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી.અત્યાર સુધીમાં 50 સર્જરી સ્મીમેર હોસ્પિટલમાં કરવામાં આવી ચુકી છે. ત્રણ દર્દીઓને રજા આપવામાં આવી છે.