તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:પોઝિટિવ કેસનો આંક 143361 પર પહોંચ્યો, મૃત્યુઆંક 2113 અને કુલ 141163 દર્દી રિકવર થયા

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 85 થઈ

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 143361 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 2113 પર સ્થિર છે. ગત રોજ શહેરમાંથી 20 અને જિલ્લામાંથી 06 દર્દીઓ મળી 26 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141163 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો
સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. ગત રોજ શહેરમાં 09 અને જિલ્લામાં 02 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 11 કેસ પોઝિટિવ નોંધાયા હતા.શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો અને સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શનિવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 85 થઈ ગઈ છે.