તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Corona Surat Live, 11 August 2021, Corona Cases Rise Again Slowly, Only Second Dose Of Vaccine Will Be Given At 105 Centers Today

કોરોના સુરત LIVE:નવા 3 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,43,535 થયો, એક્ટિવ કેસ 54,મૃત્યુઆંક 2114

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 54 થઈ
  • ઓનલાઇન એપાઇમેન્ટ લેનાર માટે અલગ સેન્ટરો જાહેર

શહેરમાં ધીમી ગતીએ ફરીથી કોરોનાના કેસમાં વધારો શરૂ થયો છે. આજ રોજ શહેર જિલ્લામાં 3 કેસ નોંધાયા હતાં.જેથી કુલ કેસ 1,43,367 થયા છે. જ્યારે મ્યુકોરમાઇકોસિસના એક પણ કેસ નોંધાયો ન હતો. આ બુધવાર અને મમતા દિવસે પણ રસીકરણ ચાલુ રાખવામાં આવ્યું છે. 105 સેન્ટર પર માત્ર વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. કોવિન પોર્ટલ પર મેસેજ તથા ઓનલાઇન એપાઇમેન્ટ લેનાર માટે અલગ સેન્ટરો જાહેર કરવામાં આવ્યા છે.

કુલ 1,41,367 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા
આજ રોજ શહેરમાં 03 અને જિલ્લામાં 00 કેસ સાથે શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 03 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,43,535 થઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2114 થયો છે. આજ રોજ શહેરમાંથી 03 દર્દીઓ અને જિલ્લામાંથી 1 કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 1,41,367 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 54 થઈ ગઈ છે.

કોવિન પોર્ટલ પરથી મેસેજ આવ્યો હશે તેને પ્રાથમિકતા
છેલ્લા એક મહિનાથી દર બુધવારે મમતા દિવસ નિમિત્તે સુરત સહિત રાજ્યભરમાં રસીકરણની કામગીરી બંધ રાખવામાં આવે છે. પરંતુ આજે સુરત મહાનગરપાલિકા દ્વારા રસીકરણની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. જો કે રસીકરણ સેન્ટર પર સેકન્ડ ડોઝ જ મળશે. બીજા ડોઝ માટે કોવિન પોર્ટલ પરથી મેસેજ આવ્યો હશે તેને જ પ્રાથમિકતા આપવામાં આવશે. તેના માટે કુલ 84 રસીકરણ સેન્ટર પર કોવિશીલ્ડના બીજા ડોઝ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ઓનલાઇન એપાઇમેન્ટ લીધી હોઇ તેવા લોકો માટે 9 સેન્ટર રસીની વ્યવસ્થા કરાઇ છે. ઉપરાંત 12 કોવિક્સનના સેન્ટરો બીજા ડોઝ માટે કાર્યરત કરવામાં આવ્યા છે.

છેલ્લા અઠવાડિયાથી દૈનિક 40થી 45 હજારનું રસીકરણ
ગત રોજ શહેરમાં અંદાજે 45 હજાર લોકોને રસી મુકવામાં આવી હતી. છેલ્લા અઠવાડિયાથી દૈનિક 40થી 45 હજારનું રસીકરણ થતાં લોકોને થોડી રાહત મળી છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં 90.97 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. જેમાં 23.43 લાખ લોકોને પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 7.54 લાખ લોકોને બંને ડોઝ મળી ચૂક્યા છે.

રસીકરણ સેન્ટરનું લિસ્ટ