તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 7 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,43,635 પર પહોંચ્યો, મૃત્યુઆંક 2115 પર સ્થિર, ડિસ્ચાર્જની સંખ્યા 1,41,446 થયો

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 74 નોંધાઈ

સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. છેલ્લા થોડા દિવસોથી 10ની નીચે કેસ આવી રહ્યા છે. જોકે, આ સાથે મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેથી પાલિકા દ્વારા વિવિધ સરકારી મિલકતોનો સરવે હાથ ધરાયો હતો. જેમાં 29 બ્રિડીંગ મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.

પોઝિટિવ કેસનો આંક 143635 પર પહોંચ્યો
શહેરમાં 05 અને જિલ્લામાં 02 કેસ સાથે આજ રોજ શહેર જિલ્લામાં કોરોનાના વધુ 07 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143635 થઈ ગઈ છે. આજ રોજ શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે. આજ રોજ શહેર અને જિલ્લામાંથી 03 દર્દીને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141446 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 74 નોંધાઈ છે.

3256 સ્પોટનો સર્વે કરવામાં આવ્યો
પાલિકાના વીબીડીસી વિભાગે મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે ગુરુવારે વિવિધ સરકારી મિલકતોનો સરવે હાથ ધર્યો હતો. સર્વેમાં 29 બ્રિડીંગ મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે 20 સ્થળેએ બ્રિડીંગની સંભાવનાને પગલે નોડલ ઓફિસરને નોટિસ ફટકારવામાં આવી છે. વીબીડીસી વિભાગે કેન્દ્ર અને રાજ્ય સરકારની મિલકતોમાં સરવેની કામગીરી હાથ ધરી હતી. કુલ 300 પ્રિમાઇસીસમાં 3256 સ્પોટનો સર્વે કરવામાં આવ્યો હતો.

બ્રિડીંગ મળતા દંડ પણ કરવામાં આવ્યો
અઠવા ઝોનમાં આઇઓસી કોલોનીને રૂા.500નો દંડ કરવામાં આવ્યો હતો. અઠવા વિસ્તારમાં ડીજીવીસીએલ ઓફિસ પીપલોદ, બાયોસાયન્સવિભાગ દ.ગુજરાત યુનિવર્સિટી, ભૌતિક શાસ્ત્ર, ગુજરાતી ભવન, કલાક્ષેત્ર વિભાગ, વાલીમ કેમ્પસ, જીઇડીબી, ભરથાણા જીઇબી મળી કુલ 8 ને નોટિસ ફટકારી છે. જ્યારે રાંદેરમાં ચિલ્ડ્રન હોમ્સ ફોર ગલર્સ, મહિધપુરા પોસ્ટ ઓફિસ અને પોલીસ સ્ટેશન, કતારગામમાં કૃષિ સંશોધન કેન્દ્ર, ગજેરા સર્કલ, જિલ્લા પંચાયત કોલોની, કતારગામ પોસ્ટ ઓફિસ, જુવેનાઇલ હોમ, કોસાડ રેલ્વે ક્વાર્ટસ, ગોથાણ રેલવે ક્વાર્ટસ, ઉધનામાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, ગોડાદરા જીઇબી કચેરીને નોટિસ ફટકારી છે.