કોરોના સુરત LIVE:કોરોનાના કેસમાં વધારો, આજે મેગા વેક્સિનેશન અભિયાન, 1 લાખને રસી આપવાનો ટાર્ગેટ, 314 સેન્ટર કાર્યરત

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 86 થઈ ગઈ

શહેર અને જિલ્લામાં ધીમા પગલે કોરોના સંક્રમણ આગળ વધી રહ્યું છે. ત્યારે કોરોનાને કાબૂમાં રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી તેજ કરવામાં આવી છે. ગત રોજ શહેરમાં 07 અને જિલ્લામાં 01 કેસ મળી 08 કેસનો વધારો થયો હતો. જેથી પોઝિટિવ કેસનો આંક 143809 પર પહોંચી ગયો છે. બીજી તરફ પાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી વધારી દેવામાં આવી છે. આજે 314 સેન્ટર પર મેગા વેક્સિનેશન અભિયાન હાથ ધરી 1 લાખને રસી આપવાનો ટાર્ગેટ છે.

પોઝિટિવ કેસનો કુલ આંક 143809 થયો
મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેરમાં 07 અને જિલ્લામાં 01 કેસ સાથે શહેર જિલ્લામાં શનિવારે કોરોનાના વધુ 08 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143809 થઈ ગઈ છે. શનિવારે શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે. શનિવારે શહેરમાંથી 05 અને જિલ્લામાંથી 01 મળી 06 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141608 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શનિવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 86 થઈ ગઈ છે.

વેક્સિનેશનનું સરવૈયું
સુરત મહાનગર પાલિકા દ્વારા આજે મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં 1 લાખ લોકોને રસી આપવાનો ટાર્ગેટ છે. આ અભિયાનને લઈ શહેરમાં કોવિશિલ્ડના 304થી વધુ રસીકરણ સેન્ટરો કાર્યરત કરાયા છે. જ્યારે 10 સેન્ટરો પર કોવેકિસન મુકાશે. શહેરમાં અત્યાર સુધીમાં પ્રથમ ડોઝમાં 101 ટકાથી વધુનું રસીકરણ થઇ ગયું છે. ગત રોજ વધુ 23343નું રસીકરણ થયું હતું. પ્રથમ અને બીજો ડોઝ મળી અત્યાર સુધીમાં કુલ 52 લાખ ડોઝ અપાઇ ગયા છે. પ્રથમ ડોઝમાં 101% કામગીરી થયા બાદ સેકન્ડ ડોઝ માટે પાલિકાએ કવાયત હાથ ધરી છે. સેકેન્ડ ડોઝના લોકોને પાલિકા ફોન કરીને વેક્સિન મુકાવી લેવા જાણ કરી રહી છે. સેકન્ડ ડોઝમાં 49 ટકાથી વધુ કામગીરી થઇ છે.