તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સુરત LIVE:વધુ 11 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,43,361 થયો, મૃત્યુઆંક 2113 પર સ્થિર, રિક્વર 1,41,163 પર પહોંચ્યો

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં કોરોનાના 85 એક્ટિવ કેસ

કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 11 કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો વધીને 1,43,361 થયો છે. સરકારી ચોપડે આજે કોઈ નવું મોત ન નીપજતાં મૃત્યુઆંક 2113 પર સ્થિર રહ્યો છે. આજે શહેરમાંથી 20 અને જિલ્લામાંથી 06 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 85 થઈ છે.

સિવિલ-સ્મિમેર હોસ્પિટલમાં 42 કોરોના દર્દીઓ સારવાર હેઠળ
કોરોના સંક્રમણ અને સિવિલમાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતા તંત્રને મોટી રાહત થઈ છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 21 દર્દીઓ પૈકી 9 પોઝિટિવ દર્દીઓ, પાંચ શંકાસ્પદ અને 07 નેગેટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. વિગતે જોઈએ તો બે બાયપેપ પર, 13 ઓક્સિજન અને એક નોર્મલ એર રૂમ પર સારવાર મેળવી રહ્યા છે. સ્મિમેર હોસ્પિટલમાં 21 દર્દીઓ પૈકી 8 પોઝિટિવ, 13 નેગેટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં 8 પોઝિટિવ દર્દીઓ પૈકી 01 વેન્ટીલેટર, બે બાયપેપ, 03 ઓક્સિજન પર અને અન્ય 02 દર્દી નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.

મ્યુકોરમાઇકોસિસ કેસની સ્મીમેર હોસ્પિટલની અપડેટ

  • નવા દાખલ દર્દી:00
  • હોસ્પિટલમાં કેટલા દર્દી સારવાર હેઠળ :21
  • અત્યાર સુધીમાં કેટલા દર્દીના મોત:21
  • અત્યાર સુધીમાં હોસ્પિટલમાં કુલ કેટલા દર્દીઓએ સારવાર લીધી:356
  • અત્યાર સુધીમાં કુલ કેટલી સર્જરી થઈ:71
  • નવા કેટલા દર્દીને રજા આપી અને દામામાં ગયા:01
  • કુલ કેટલા દર્દીઓને રજા આપી અને દામામાં ગયા:112
  • કુલ કેટલા દર્દીઓને આંખ દૂર કરવામાં આવી છે:5