કોરોના સંક્રમણમાં નજીવો વધારો થયો છે. જેના પગલે એક્ટિવ કેસમાં પણ વધ-ઘટ થઈ છે. હાલ એક્ટિવ કેસ વધીને 55 થઈ ગયા છે. જ્યારે આજે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતેના વિદ્યાર્થીઓને વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી હતી. દૈનિક 200 જેટલા વિદ્યાર્થીઓને રસી મુકાશે. પાલિકા દ્વારા લોકો માટે કુલ 148 સેન્ટર પર રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે 7 નવા કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,43,532 નોંધાયો છે. મૃત્યુઆંક 2114 પર સ્થિર રહ્યો છે.
એક્ટિવ કેસની સંખ્યા ફરીથી વધીને 55 થઈ
આજ રોજ શહેરમાં 05 અને જિલ્લામાં 02 કેસ સાથે શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 07 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,43,532 થઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2114 થયો છે. આજ રોજ શહેરમાંથી 02 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 1,41,363 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ફરીથી વધીને 55 નોંધાઈ છે.
શહેરમાં મ્યુકોરમાઈકોસિસના બે દર્દીના મોત
સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસની સારવાર લઈ રહેલા વધુ 02 દર્દીઓના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 45 અને સ્મીમેર હોસ્પિટલમાં 25 મળી 70 દર્દીઓના મોત નિપજ્યા છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસનો નવો એક પણ દર્દી સારવાર માટે દાખલ થયો ન હતો. સિવિલમાં 14 અને સ્મીમેરમાં 03 દર્દીઓ મ્યુકોરની સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાંથી મ્યુકોરના 350 દર્દીઓને રજા આપવામાં આવી છે.
યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને રસી આપવાનો ટાર્ગેટ
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે 65 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝનો માટે તમામ ઝોનમાં એક એક સેન્ટરોની અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તથા યુનિવર્સિટી ખાતેના વિદ્યાર્થીઓને આજથી વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવશે. દૈનિક 200 જેટલા વિદ્યાર્થીઓને રસી મુકાશે. તમામ વિદ્યાર્થીઓને રસી મુકવાનો ટાર્ગેટ છે. યુનિ.કેમ્પસમાં આરોગ્ય વિભાગની એક ટીમ રહેશે અને વિદ્યાર્થીઓને રસી મુકશે. જ્યારે ગતરોજ સુધીમાં કુલ 575 સ્કૂલો-કોલેજોના મળી કુલ 30,306 વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ કરવામાં આવ્યાં છે. તેમાં અત્યાર સુધીમાં 3 કેસ પોઝિટિવ આવ્યાં હતાં.
કુલ 30,25,386 લોકોને રસી આપવામાં આવી
પાલિકાએ અત્યાર સુધીમાં 67.93 ટકા વેક્સિનેશન પાર પાડ્યું છે. વેક્સિનનાં ડોઝના સપ્લાય પ્રમાણે રસી મુકાઈ રહી છે, કુલ 30,25,386ને રસી આપવામાં આવી છે. પ્રથમ ડોઝ કુલ 22,78,185 ને અને બીજો ડોઝ 7,47,201 ને મુકાયો છે. જ્યારે પાલિકા-ગવર્મેન્ટની મળી કુલ 44,638 અને ખાનગી હોસ્પિટલમાં 936 મળી કુલ 45,574ને ગત રોજ રસી મુકાઈ છે.
રસીકરણ સેન્ટર લિસ્ટ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.