કોરોના સુરત LIVE:કોરોના કાબૂમાં અને રસીકરણે તેજી પકડી, કુલ 84.46 ટકાને પહેલો ડોઝ અપાયો, આજે 203 સેન્ટર પર વેક્સિનના બંને ડોઝ અપાશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અત્યાર સુધી બુધવારે માત્ર બીજો ડોઝ જ મળતો હતો પણ આજે બંને ડોઝ માટે વ્યવસ્થા

સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. ત્રીજી લહેરની સંભાવના વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી શહેર જિલ્લામાં કોરોનાનું જોર ઘટ્યું છે. દરમિયાન કોરોના રસીકરણે તેજી પકડી છે. અત્યાર સુધીમાં કુલ 84.46 ટકાને પહેલો ડોઝ અપાયો છે. જ્યારે અત્યાર સુધી બુધવારે માત્ર બીજો ડોઝ જ મળતો હતો પણ આજે બંને ડોઝ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 203 સેન્ટર પર આજે વેક્સિન આપવામાં આવશે.

શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 56
શહેર અને જિલ્લામાં ગત રોજ કોરોનાના માત્ર 2 જ કેસ નોંધાયા હતા. શહેરમાં 02 અને જિલ્લામાં 0 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 02 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,43,595 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 પર સ્થિર થયો છે. ગત રોજ શહેરમાંથી 01 અને જિલ્લામાંથી 00 દર્દીઓ મળી 01 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 1,41,424 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 56 નોંધાઈ છે.

ગત રોજ એક જ દિવસમાં 78908ને રસી અપાઈ
શહેરમાં વેક્સિનેશનની ગતિ ઝડપથી વધવા લાગી છે. બે દિવસની રજા બાદ મંગળવારે શહેરના રસીકરણ સેન્ટરો ખુલતાની સાથે જ લોકોની ભીડ ઉમટી પડી હતી. જેના કારણે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 78908ને રસી આપવામાં આવી છે. જેમાં પ્રથમ ડોઝ 48688 અને બીજો ડોઝ 30220 વ્યકતિઓને આપવામાં આવ્યો હતો.

33,53,904ને રસી આપવાના ટાર્ગેટ સામે 28.32 લાખને પ્રથમ ડોઝ અપાયો
સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 37,84,651 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ ડોઝ 28,32,903 અને બીજો ડોઝ 9,51,748 વ્યકતિઓને આપવામાં આવી છે. શહેરમાં 33,53,904ને રસી આપવાના ટાર્ગેટ સામે 28.32 લાખને પ્રથમ ડોઝ અપાઇ જતાં 84.46 ટકા જેટલી રસીકરણની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. બે દિવસ વેક્સિનેશની કામગીરી બંધ રહી હોવાથી આજે બુધવારે પ્રથમ અને બીજો બંને ડોઝના 203 સેન્ટરો કાર્યરત રહેશે. અત્યાર સુધી બુધવારે માત્ર બીજો ડોઝ જ મળતો હતો. પરંતુ આજે બંને ડોઝ માટે વ્યવસ્થા કરી હોવાથી લોકોને સીધો ફાયદો થશે.

કોરોના રસીકરણ સેન્ટરનું લિસ્ટ