તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સુરત LIVE:વધુ 2188 કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો વધીને 1,17,281 પર પહોંચ્યો, નવા 24 મોત સાથે મૃત્યુઆંક 1785 થયો

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 21,417 થઈ ગઈ

કોરોના સંક્રમણ સતત આગળ વધી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 2188 કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો વધીને 1,17,281 પર પહોંચી ગયો છે. આજે સરકારી ચોપડે નવા 24 મોત નોંધાતા મૃત્યુઆંક 1785 પર પહોંચી ગયો છે. આજે શહેરમાંથી 2119 અને જિલ્લામાંથી 475 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને 94,079 પર પહોંચી ગઈ છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 21,417 પર પહોંચી ગઈ છે.

સિવિલ અને સ્મીમેરમાં દર્દીઓની હાલત ગંભીર
સિવિલમાં 372 ઓક્સિજન, 329 બાયપેપ અને 25 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઇ રહ્યા છે, જ્યારે સિવિલમાં 152 ઓક્સિજન, 121 બાયપેપ અને 23 દર્દીઓ વેન્ટીલેટર પર કોરોનાની સારવાર લઇ રહ્યા છે.

પાટીદાર સમાજના સેન્ટરમાંથી 116 દર્દીઓ કોરોનામુક્ત થયા
પાટીદાર સમાજે જણાવ્યું હતું કે, કતારગામ-વેડ રોડ મેડીકલ એસોસિએશનના સહયોગથી સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની ટીમ સેવા આપી રહી છે. સમાજનાં યુવાનો હિંમતથી દર્દીને પરિવારના સભ્યની જેમ સેવા આપી રહ્યા છે. સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ આઇસોલેશ સેન્ટરમાં હાલ સુધીમાં 182 કોરોનાગ્રસ્ત દર્દીને સારવાર આપવામાં આવી છે. જેમાં શનિવારે એક સાથે 22 દર્દીઓ મળીને અત્યાર સુધીમાં 116 દર્દીઓ કોરોનાના જંગ સામે લડીને સ્વચ્છથ થઇને ખૂશીથી ઘરે પરત ફર્યા હતા. હાલમાં 66 કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. બધાને દર્દીઓને ખુબ આંનદ છે કે ઘરના વાતવરણ જેવો જ માહોલ એમને મળી રહ્યો, અહી દર્દીઓને તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. અહિયા જરૂરિયાતવાળા દર્દીઓને ઓક્સિજનની સારવાર તેમજ દવાઓ ફ્રી આપવામાં આવે છે. દર્દીઓને ફ્રુટ,જ્યુસ,નાસ્તો,સૂપ,ભોજન જેવી સેવા વિનામુલ્યે આપવામાં આવે છે.

લારી-ગલ્લાઓમાં 92 પોઝિટિવ મળ્યાં
છેલ્લા છ જ દિવસમાં શહેરમાં શાકભાજી વાળા, સ્ટોલ્સ, ગલ્લાવાળાના ટેસ્ટિગ કરાતા 92 પોઝિટિવ આવ્યા છે. શાકભાજી-ફ્રૂટ વાળા, પાથરણાં, લારી-ગલ્લાવાળા, ખાણી-પીણીના સ્ટોલ્સ સહિતના ફેરિયાઓ ત્યાં વધુભીડ થાય એવી તમામ જગ્યાઓ પર પાલિકા દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

સિવિલ-સ્મીમેરમાં 403 દર્દીઓ ઓક્સિજન અને 47 વેન્ટીલેટર પર
નવી સવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પર 250 દર્દીઓ, બાઈપેપ પર 344 દર્દીઓ અને વેન્ટીલેટર પર 19 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તેવી જ રીતે સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સિજન પર 153 દર્દીઓ, બાઈપેપ પર 100 દર્દી અને વેન્ટીલેટર પર 28 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

16.09% દર્દી હોસ્પિટલમાં દાખલ
શહેર અને જિલ્લામાં હાલ કોરોનાના 21417 એક્ટિવ કેસ છે. જેમાંથી માત્ર 3447 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં 752 અને સ્મીમેર હોસ્પિટલમાં 402 તેમજ 2293 દર્દીઓ આઈસોલેશન સેન્ટર અને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ છે. એટલે કે કુલ એક્ટિવ કેસ પૈકી 16.09 % દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લઈ રહ્યા છે.

45+ માટે સેન્ટર 16થી 34 કરાયા
શનિવારે 45થી વધુ વયમાં નાગરિકો માટે ઝોન દીઠ ગણતરીના માત્ર બે જ રસીકરણ સેન્ટર શરૂ કરાતા સેકન્ડ અને પ્રથમ ડોઝ મુકાવવા આવનાર લોકો અટવાયા હતા. જેથી મોડી સાંજે રસીકરણ સેન્ટર વધારવાની ફરજ પડી હતી. શનિવારે 16 રસીકરણ સેન્ટર હતા, જેમાં વધારો કરી હવે 34 કરી દીધા છે.

રાંદેરમાં સૌથી વધુ 489 કોરોના કેસ

ઝોનકેસકુલકેસ
સેન્ટ્રલ919050
વરાછા-એ809543
વરાછા-બી1248733
રાંદેર48915759
કતારગામ21413060
લિંબાયત1629267
ઉધના1908711
અઠવા44518117
કુલ179592240

​​​​​​​

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો