પોલીસ પર હુમલો કરનાર લિસ્ટેડ બુટલેગર સલીમ ફ્રૂટ 7 લાખની કારમાં 82 હજારનો દારૂ લઈને આવતા પીસીબીના હાથે પકડાયો છે. દારૂ સહિત કાર મળી 7.83 લાખનો મુદ્દામાલ પીસીબીએ કબજે કર્યો છે. આ દારૂના ગુનામાં પીસીબીએ સલીમ ફ્રૂટના ભાઈ ફિરોઝ ફ્રૂટ સહિત શહેરના લિસ્ટેડ 9 બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યો છે.
પીસીબીના પીઆઈ એસ.જે.ભાટીયાની ટીમે શનિવારે સવારે ગોપીપુરા મોમનાવાડમાં ગુલશને શાબરી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં કારમાંથી 82 હજારનો વિદેશી દારૂ સાથે લિસ્ટેડ બુટલેગર મોહંમદ સલીમ ઉર્ફે સલીમ ફ્રૂટ અનવર ફ્રૂટવાલા(38)(રહે,નાઝ મંઝિલ, તાટવાડા મહોલ્લો,ગોપીપુરા)ને પકડી પાડયો હતો. આગામી દિવાળીના તહેવારને લઈ આ દારૂનો જથ્થો શહેરના 9 લિસ્ટેડ બુટલેગરો સલીમ પાસેથી મંગાવ્યો હોવાની વાત પોલીસની તપાસમાં બહાર આવી છે.
જેના આધારે પીસીબીના સ્ટાફે સલીમ ફ્રૂટના ભાઈ અને લિસ્ટેડ બુટલેગર એવા ફિરોઝ ફ્રૂટ, મૂળ ઓલપાડના કમરોલીગામના અને જહાંગીરપુરા અંજલિ એન્કલેવમાં રહેતા બુટલેગર અવિનાશ ઉર્ફે અશ્વીન કાંતિ પટેલ, ગોલવાડના લિસ્ટેડ બુટલેગર કલ્પેશ શંકર રાણા અને વિનોદ ગેનમેન, નાનપુરાનો સન્ની અને માછીવાડનો નિમુ માછી, ધવલ, નરેશ બોડી અને સરજેન્દ્ર ઉર્ફે શેરોને વોન્ટેડ જાહેર કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.