તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હેરાફેરી:સુરતના લિંબાયતમાં દુકાનમાંથી 8.87 લાખના દારૂના જથ્થા સાથે મળ્યો, એકની ધરપકડ

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
લિંબાયત પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
લિંબાયત પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
  • પોલીસે 5ને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી

સુરતમાં લિંબાયત પોલીસે જાહેર રોડ ઉપર અને સાંઇપુંજન એપાર્ટમેન્ટની દુકાન નં.સી/14 ની અંદરથી રૂપિયા 8.87 લાખના દારૂના જથ્થા સાથે એકને પકડી પાડ્યા છે. એટલું જ નહીં દારૂનો જથ્થો મોકલનાર, મગાઉનાર અને વેચાણ સહિત 5ને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસે બાતમી આધારે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
પોલીસે જણાવ્યું હતું કે બાતમી ના આધારે પોલીસ દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા મોટા માથાઓ પર નજર રાખી ને બેઠી હતી. એ દરમિયાન વિદેશી દારૂની અલગ-અલગ કંપની તેમજ બ્રાન્ડની નાની તેમજ મોટી કાચની બાટલીઓ નો મોટો જથ્થો સુરતમાં ઘૂસાડાયો હોવાની મળેલી બાતમીના આધારે સાંઈપૂજન એપાર્ટમેન્ટ અને જાહેર રોડ પરથી દારૂની બાટલી નંગ- 5120 જેની કિંમત 4,24,060 તથા 180 મી.લી.નાં કુલ્લે પાઉચ નંગ 5520 ની કિંમત 4,63,680 ની મત્તાની મળી વિદેશી દારૂની કુલ્લે કિમત 8,87,740 ની મત્તાની ગણી તથા એક સફેદ કલરની હોન્ડા કંપનીની એક્ટીવા જેનો રજી નં.GJ-05-SQ-7579 નો છે જેની અંદાજીત કિંમત મોપેડ રૂપિયા 30 હજાર ગણી તેમજ મોબાઇલ ફોન નંગ-1 કિમત રૂપિયા 8 હજાર ની ગણી તમામ મુદ્દામાલ મળી કુલ્લે કિમત રૂપિયા 9,25,740 ની મત્તાનો ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. આ જથ્થા સાથે પોલીસે અનેક ને પકડ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ
બસ્તીમલ માલાજી ઉર્ફે માલારામ કલાલ (ઉ.વ-38 રહે-પ્લોટ નં-151 વૈકુઠધામ સોસાયટી ગોડાદરા નહેર પાસે ગોડાદરા સુરત મુળવતન ગામ.કાલાણંદ. તા.દેવગઢ જી.રાજસમંદ (રાજસ્થાન)

વોન્ટેડ જાહેર કરાયેલા આરોપીઓ

  • પિન્ટુ કલાલ રહે-સંતોષીનગર ઉત્રાણ અમરોલી સુરત (ઇગ્લીશ દારૂનો જથ્થો પુરો પાડનાર)
  • ચીત્રમલ કલાલ રહે-ગોડાદરા સુરત (ઇંગ્લીશ દારૂના ધંધામાં ભાગીદાર)
  • તેજમલ ઉર્ફે તેજુ ખટીક રહે-પાંડેસરા સુરત
  • દિનેશસીંગ રાજપુત તથા જશવંતસીંગ રાજપુત(ઇંગ્લીશ દારૂનો જથ્થો વેચાણથી લેનાર)