તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂબંધીના ધજાગરા:સુરતમાં દારૂની રેલમછેલ, જનતાએ ભરીમાતા વિસ્તારમાં દારૂના અડ્ડા પર રેડ કરતા પોલીસ હાંફળી-ફાંફળી થઈ દોડી આવી

સુરત2 મહિનો પહેલા
જનતા રેડની જાણ થતા જ પોલીસનો કાફલો પહોંચી ગયો હતો.
  • ભરીમાતા વિસ્તારની અંદર બેફામ રીતે દારૂના અડ્ડા ચાવતા હોવાથી લોકોએ કાર્યવાહી કરી

ગુજરાતમાં દારૂબંધીની વાતો થતી હોય ત્યારે સુરત શહેરમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો થઈ રહ્યો છે. સુરત પોલીસ જાણે તેમને આ બાબતની કોઈ જ જાણ ન હોય તે રીતે વર્તી રહી છે. સુરતના ભરીમાતા વિસ્તારમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂ વેચાતો હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા પણ કરવામાં આવી રહી હતી પરંતુ પોલીસ આ બાબતે કોઈ પણ ગંભીરતા દાખવી નથી. આખરે દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી ને પોલીસ હાંફળી-ફાંફળી થઈ ઘટનાસ્થળે પહોંચી હતી. સુરત શહેરમાં મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અલગ અલગ વિસ્તારોમાં બેફામ રીતે વેચાઈ રહ્યો છે છતાં પોલીસ કોઇ નક્કર કામગીરી કરતી નથી.

પોલીસ બુટલેગરોને શા માટે છાવરી રહી છે તે એક મોટો પ્રશ્ન
ભરીમાતા વિસ્તારમાં કેટલાક લોકો રાત્રે બેઠા હતા તેમને ભગાડવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરતી રહે છે પરંતુ જે દારૂના અડ્ડાઓ ચાલે છે ત્યાં અવરજવર કરતાં લોકોને રોકવામાં આવતા નથી. એના પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે ત્યાંની સ્થાનિક પોલીસ ભરીમાતા વિસ્તારની અંદર બેફામ રીતે દારૂના અડ્ડા ચલાવવા માટેની જાણે છૂટ આપી દીધી છે. જો સ્થાનિક લોકોને અવરજવર કરતા રોકી શકાય તો દારૂનો અડ્ડો ચાલતો કેમ બંધ ન કરી શકાય તે સૌથી મોટો પ્રશ્ન છે. દારૂના અડ્ડા આસપાસ ચાલુ રહેતા લોકોની અવરજવર પણ કેમ રોકવામાં આવતી નથી. કાયદેસર રીતે ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે પોલીસ આ પ્રકારે કેટલાક બુટલેગરોને શા માટે છાવરી રહી છે તે એક મોટો પ્રશ્ન છે.

મોટી સંખ્યામાં પોલીસ કાફલો ધસી આવ્યો હતો.
મોટી સંખ્યામાં પોલીસ કાફલો ધસી આવ્યો હતો.

પોલીસને દારૂના અડ્ડા બંધ કરાવવા રસ ન હોય તેવી લોકચર્ચા
ભરીમાતા વિસ્તારમાં જનતા રેડ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી ને કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ કમિશનર અજય તોમર દ્વારા દરેક પોલીસ સ્ટેશનને દારૂના વેપલા ઉપર અંકુશ લાવવા માટે ફરજ પાડવી જોઈએ, પરંતુ પોલીસ કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી દારૂના અડ્ડા બંધ કરાવવા માટે સુરત શહેરમાં જાણે કોઈને રસ ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. સુરત શહેરમાં પોલીસ અને બુટલેગરો વચ્ચે સાંઠગાંઠ ખૂબ મજબૂત હોવાથી ખુલ્લેઆમ દારૂના ધંધા ચાલી રહ્યા છે.

વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.