કોરોના બેકાબૂ:સરથાણા ઝૂમાં સિંહ આવતા મુલાકાતીઓ 3 હજારને પાર

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષ કરતાં મુલાકાતીઓની સંખ્યા ઓછી

સરથાણા નેચર પાર્કમાં દિવાળીના તહેવાર ટાણે ઓનલાઈન પ્રવેશ રાખવામાં આવ્યું છે અને વધુમાં વધુ 5 હજારની મુલાકાતીઓની સંખ્યા નિર્ધારિત કરાઈ છે. ત્યારે મુલાકાતીઓ મર્યાદીત જ આવી રહ્યાં છે કેમકે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા કરવામાં ઘણાં લોકોને ફાવટ નથી! જ્યારે ટિકીટ ખરીદી નેચરપાર્ક નિહાળવા માટે વધુ લોકો પુછવા માટે આવે છે પરંતુ ઓનલાઈન જ પ્રવેશ હોય પરત જતાં રહેવું પડે છે. કોરોના સંક્રમણ વધી રહ્યું હોય ઓન લાઈન પ્રવેશ પ્રક્રિયા હજી પણ આગામી દિવસોમાં પાલિકા તંત્ર ચાલુ રાખનારી છે. ત્યારે આવક પર અસર થઈ રહી છે. ગત વર્ષે 90,424 મુલાકાતીઓ આવ્યાં હતાં અને પાલિકાને 25.53 લાખની આવક થઈ હતી પરંતુ આ વખતે 1લી તારીખથી શરૂ કરાયેલા નેચર પાર્કમાં માંડ દોઢ સો લોકોથી શરૂઆત થઈ હતી તે વધીને રવિવારે 1422 પર પહોંચી હતી પરંતુ સિંહની જોડી લાવતાં લોકોનું આકર્ષણ વધતાં સંખ્યા 3030 પર પહોંચી છે અને આવક 89,850 થઈ છે. ઉલ્લેખનિય છે કે સરથાણા ઝુમાં સફેદ વાઘ લાવવાની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...