તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સુરત સિવિલમાં સંક્રમણના ભય વચ્ચે પણ રેમડેસિવિર ઈન્જેક્શન માટે દર્દીના સંબંધીઓની લાઈનો યથાવત

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈન્જેક્શન માટે રોજ રોજ મોટી સંખ્યામાં દર્દીના સંબંધીઓ સિવિલ હોસ્પિટલમાં લાઈનો લગાવે છે. - Divya Bhaskar
ઈન્જેક્શન માટે રોજ રોજ મોટી સંખ્યામાં દર્દીના સંબંધીઓ સિવિલ હોસ્પિટલમાં લાઈનો લગાવે છે.
  • 19 દિવસમાં તંત્ર દ્વારા 57 હજાર ઈન્જેક્શન આપવામાં આવ્યા

કોરોના દર્દીઓ માટે સંજીવની સમાન બનેલા રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે લોકો લાઇનમાં રહેવા અને સંક્રમણના ચેપથી પણ ગભરાતા ન હોવાનું ફરી એકવાર સામે આવ્યું છે. નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 19 દિવસમાં 57 હજાર ઇન્જેક્શનનનો વપરાશ થયો હોવાનું અને એ પૈકીના 23 હજાર ઇન્જેક્શનો ખાનગી હોસ્પિટલ અને બહારથી આવતા સગાં સબંધીઓને વિતરણ કરાયા હોવા છતાં આજે સિવિલમાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકો મધરાત્રિથી લાઇનમાં ઉભા રહેવા મજબુર બન્યા છે.

ઈન્જેક્શન માટે પડાપડી
શહેરમાં ફેલાયેલી માહામારીમાં ઇન્જેક્શન કોઈ પણ કોરોનાના દર્દીનું ઓક્સિજન લેવલ ઓછું હોય અને નોર્મલ લાવવા રેમડેસિવિર ઇન્જેક્શન કારગાર હોવાનું તબીબો કહી રહ્યા છે. હાલના કોરોનાના મહામારીમાં જેટલા પણ કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ થાય છે. તેમાંથી 90 ટકા જેટલા દર્દીઓને ઓક્સિજન હેઠળ સારવારની જરૂર પડે છે. જેમાં અનેકને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર પડે છે. શહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શનની પડાપડીનો પણ બીજો દોર ચાલી રહ્યો હોય એમ કહી શકાય છે.

દર્દીની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઈન્જેક્શન માટે લાઈનો લાગે છે.
દર્દીની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઈન્જેક્શન માટે લાઈનો લાગે છે.

57હજાર ઈન્જેક્શન અપાયા
પહેલી એપ્રિલથી સિવિલ હોસ્પિટલમાં આશરે 57 હજાર જેટલા રેમડેસિવિર ઇન્જેક્શન વિતરણ કરવામાં આવ્યો છે. જે પૈકી નવી સિવિલ હોસ્પિટલમાં 34 હજાર દરદીઓને રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. ત્યારે 23 હજાર જેટલા રેમડેસિવિર ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલને અમુક જથ્થામાં તો ખાનગી હોસ્પિટલમાં દાખલ કોરોનાના દરદીઓના સંબંધીઓને આપવામાં આવ્યા છે. છેલ્લા 19 દિવસમાં 57 હજાર જેટલા રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. છતાં પણ શહેરમાં ઇન્જેક્શન માટે અછત પડી રહી છે. જયારે અન્ય ખાનગી હોસ્પિટલોમાં ઉપયોગ થતાં રેડમેસીવર ઇન્જેકશનનો આંકડો અલગ છે.

મધરાતથી દર્દીના સંબંધીઓની લાઈનો લાગે છે
મધરાતથી દર્દીના સંબંધીઓની લાઈનો લાગે છે

ઈન્જેક્શનના કાળાબજાર પણ થાય છે
કેટલાક દર્દીઓના સગાઓ એ જણાવ્યું હતું કે તંત્ર સદતર ફેઈલ થઈ રહ્યું હોય એમ લાગે છે રેમદેસીવીર ઇન્જેક્શન માટે લોકો પડા પડી કરી રહ્યા છે ત્યારે સરકાર જરૂરિયાત જેટલા પણ ઇન્જેક્શન ની વ્યવસ્થા કરી શકતી નથી. લોકો ખાવા પીવાનું છોડી સિવિલમાં જ રાત વિતાવવા મજબુર બની રહ્યા છે. 10-12 કલાક ની લાઇનમાં ઉભા રહ્યા બાદ પણ અર્ધ વચ્ચેથી લાઇનમાં કહી દેવાય કે ઇન્જેક્શનનો સ્ટોક ખલાસ થઈ ગયો, એ શરમ જનક કામગીરી કહી શકાય છે. આજે 18 દિવામાં 57 હજાર ઇન્જેક્શન વેચાયા તેમછતાં દર્દીના સગાઓ લાઇનમાં છે અને કાળા બજારીયા ગેલમાં છે.પોલીસે કાળાબજાર કરનારને અગાઉ ઝડપી પાડીને કાર્યવાહી પણ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...