તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીગલ:બે વિદ્યાર્થીઓ સાથે અડપલા કરતા લીલાબાના શિક્ષકને 5 વર્ષની સજા

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 43 વર્ષીય શિક્ષક દોઢ વર્ષથી વિકૃતિ સંતોષી રહ્યો હતો
  • આરોપીને 25 હજાર દંડ, જે વળતર પેટે વિદ્યાર્થીઓને ચૂકવાશે

લીલાબા શાળાના 43 વર્ષીય રમતગમતના શિક્ષકને બે માસુમ વિદ્યાર્થીઓ સાથે છેલ્લાં દોઢ વર્ષથી કરાતી શારીરિક છેડછાડના આરોપમાં દોષી ઠેરવી પાંચ વર્ષની સજા અને રૂપિયા 25 હજારનો દંડ કરતો હુકમ કર્યો હતો. સરકાર તરફે એપીપી અરવિંદ વસોયાની દલીલો કરી હતી કે, આરોપીએ ગુનાહિત કૃત્ય આચર્યું છે અને તેને મહત્તમ સજા થવી જોઇએ. કોર્ટે પોતાના ચુકાદમાં નોંધ્યુ હતંુ કે, સમાજમાં શિક્ષકને બાળકના માતા-પિતાથી પણ ઉપરનો દરજ્જો આપવામાં આવ્યો છે. સમાજમાં શિક્ષકને ગુરુનું સ્થાન આપવામાં આવ્યુ છે. શિક્ષકની ફરજ છે કે તે બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે. તેની જગ્યાએ આરોપીએ કુમળી વયના બાળક સાથે શારીરિક અડપલાં કર્યા છે.

કેસની વિગત મુજબ, વર્ષ 2016માં આરોપી જીતેશ વાઘાલે એમ.એસ.યુ. લીલાબા શાળામાં વ્યાયામ શિક્ષક હતા ત્યારે આજ શાળામાં અભ્યાસ કરતાં 12 વર્ષીય વિદ્યાર્થી અને તેના 13 વર્ષના મિત્ર સાથે શારીરિક અડપલાં કર્યા હતા. શાળા તરફથી બહાર રમવા જવાનું હોય ત્યારે એકાંતનો લાભ લઇને શારીરિક છેડછાડ કરતો હતો. જુનાગઢ અને ઇન્ડોર સ્ટેડિમમાં પણ આ હરકત કરાઈ હતી. સતત દોઢ વર્ષ સુધી આ સિલસિલો ચાલ્યો હતો અને અંતે બાળકના પિતાએ મહિધરપુરામાં આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. જેના પગલ આરોપીની તા. 24મી નવેમ્બર, 2016ના રોજ ધરપકડ થઈ હતી. આ કેસ કોર્ટમાં ચાલતા મૂળ ફરિયાદી તરફે એડવોકેટ પ્રીતી જોષીએ દલીલો કરી હતી.

આરોપી હોઠ પર કિસ કરવાનું કહેતો હતો
ભોગ બનનાર માસુમ બાળકોએ પોતાની જુબાનીમાં નરાધમ શિક્ષકની કરતૂત છતી કરી હતી. જે મુજબ આરોપી હોઠ પર કિસ કરવાનું કહેતો, ચાલુ ક્લાસમાં હીપ પર હાથ મારતો અને એકબીજા પર સૂવાનું કહેતો હતો.

કોર્ટે શું નોંધ્યું?
કુમળી વયનું બાળક સંપૂર્ણપણે શિક્ષકને સમર્પિત હોય છે, ત્યારે આરોપીએ પોતાની વિકૃતતા સંતોષવા અન્ય વિદ્યાર્થીઓને જાણ ન થાય તે રીતે આક્ષેપિત શારીરિક અડપલાં, મલિન ઇરાદાસહ સતત રીતે કરે ત્યારે સ્વભાવિક રીતે આવા ગુનાહિત કૃત્યની જાણ કુમળી વયના બાળકને હોઇ શકે નહીં.

અન્ય સમાચારો પણ છે...