• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Like Surat, AAP Will Have Success In Saurashtra, If Cases Against Youth Are Not Drawn, BJP Will Never Be Supported: Alpesh Kathiria

ખાસ વાતચીત:હાર્દિકે જેલમુક્ત થયેલા અલ્પેશ કથીરિયાનું સ્વાગત કર્યું, અલ્પેશે કહ્યું-પાટીદાર સમાજનો મોટો ચહેરો હાર્દિક કોંગ્રેસમાં નિષ્ફળ

સુરત3 મહિનો પહેલાલેખક: દેવેન ચિત્તે
જેલ મુક્ત થઈને ઘરે પહોંચેલા અલ્પેશ કથિરીયાએ રાજકીય પક્ષને લઈને નિવેદન આપ્યું હતું.
  • વર્ષોથી ભાજપે જે ગુજરાતમાં નથી કર્યું AAPએ દિલ્હીમાં કરી બતાવ્યું: અલ્પેશ કથીરિયા
  • લાજપોર જેલમાંથી જામીન પર આવેલા અલ્પેશ કથિરીયાના રાજકીયા પક્ષ અને સ્થિતિ અંગે ખુલાસા કર્યા

જામીન પર લાજપોર જેલમાંથી મુક્ત થયેલા અલ્પેશ કથિરીયાએ વર્તમાન રાજકીય સ્થિતિ અંગે વાત કરતાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીને જે રીતે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં સફળતા મળી છે તેની સીધી અસર સૌરાષ્ટ્રમાં પણ થશે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં સુરતની સફળતા સૌરાષ્ટ્રમાં ચોક્કસ દેખાશે, તેમ દિવ્યભાસ્કર સાથેની ખાત વાતચીતમાં અલ્પેશ કથિરીયાએ કહેતા ઉમેર્યું કે, પાસના યુવકો પર થયેલા કેસ પાછા નહીં ખેંચાય તો ભાજપને ક્યારેય સમર્થન આપીશું નહીં.

અત્યારે ગુજરાતની રાજકીય સ્થિતિ કેવી લાગી રહી છે? અને ગુજરાત સરકારનો વહીવટ કેવો છે?
ગુજરાતમાં છેલ્લા 25 - 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે. પરંતુ ભાજપના સત્તાધીશો ગુજરાતને ભય અને ભ્રષ્ટાચારથી મુક્ત કરી શક્યા નથી. સામાન્ય પ્રજા તેમના રોજ-બરોજના કામમાં સતત ભ્રષ્ટાચારનો ભોગ બની રહી છે. દરેક વિભાગમાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે.

અલ્પેશ કથિરીયાએ સુરત અને સૌરાષ્ટ્રમાં સફળ થયેલી આપ પર નિવેદન આપ્યું હતું.
અલ્પેશ કથિરીયાએ સુરત અને સૌરાષ્ટ્રમાં સફળ થયેલી આપ પર નિવેદન આપ્યું હતું.

સુરતમાં આમ આદમી પાર્ટી સફળ થયા માટે પાટીદારોનું કેટલું યોગદાન?
કોર્પોરેશનની ચૂંટણીમાં પાટીદાર સમાજે આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. જે વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ચૂંટાયા છે, તેમાં પાટીદારો પ્રભાવિત વિસ્તારો છે. પાટીદાર મતદારો વધુ હોવાથી કોર્પોરેશનની બેઠકો ઉપર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ચૂંટાયા છે. પાટીદારો સહિત ઉત્તર ગુજરાતના અન્ય સમાજના લોકોએ પણ તેમને મત આપ્યા છે.

આપ જે રીતે સુરતમાં સફળ થઈ તે રીતે સૌરાષ્ટ્રમાં સફળ થશે?
સૌરાષ્ટ્ર અને સુરત એકબીજાના પૂરક છે-એક સિક્કાની બે બાજુ છે. સુરતની રાજકીય સ્થિતિની સીધી અસર સૌરાષ્ટ્રમાં થાય છે. જે રીતે પાટીદાર સમાજે આમ આદમી પાર્ટીને સુરતમાં સફળ કરી છે. એ જ રીતે સૌરાષ્ટ્રમાં પણ સફળ કરશે એવું મારું માનવું છે. સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના પડખે પાટીદારો ઉભા રહેશે.

અલ્પેશ કથિરીયાએ કોંગ્રેસમાં ગયેલા હાર્દિક અંગે પણ નિવેદન આપ્યું હતું.
અલ્પેશ કથિરીયાએ કોંગ્રેસમાં ગયેલા હાર્દિક અંગે પણ નિવેદન આપ્યું હતું.

પાટીદાર સમાજ આમ આદમી પાર્ટીને કેમ સમર્થન આપી રહ્યું છે?
જે રીતે દિલ્હી સરકાર શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે જે કામગીરી કરી છે. તેને જોતા લોકોમાં આમ આદમી પાર્ટીનો વિશ્વાસ વધી રહ્યો છે. વર્ષોથી ભાજપ જે સુરતમાં અને રાજ્યમાં નથી કરી શકીએ તે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં કરી બતાવ્યું છે, અને તેને કારણે પાટીદાર સમાજ તેમની પડખે દેખાય છે. માત્ર પાટીદાર સમાજ નહીં, પરંતુ ઉત્તર ગુજરાતથી લઈને અન્ય તમામ સમાજના લોકો ધીરે ધીરે આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યા છે.

2022ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કેટલી સફળતા મળશે?
જે રીતે સુરત શહેરમાં આમ આદમી પાર્ટી વિરોધ પક્ષની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી રહી છે. તે જોતા એવું લાગી રહ્યું છે કે, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં એક સારો મેસેજ જઈ રહ્યો છે. વિરોધ પક્ષની ભૂમિકા યોગ્ય રીતે નિભાવીને આમ આદમી પાર્ટી પોતાની રાજકીય મજબૂતાઈ ઉભી કરી રહી છે. સ્વભાવિક છે કે, આ પ્રકારે લોકોના પ્રશ્ન ઉઠાવે તો લોકોમાં તેની સારી અસર ઉભી થાય છે. જેનો લાભ ગમે તે ચૂંટણીની અંદર જે તે પાર્ટી ને મળી શકે છે.

અલ્પેશએ કહ્યું કે, પાટીદાર યુવકો પર થયેલા કેસ પાછા ન ખેંચાય તો ભાજપને ભોગવવું પડશે
અલ્પેશએ કહ્યું કે, પાટીદાર યુવકો પર થયેલા કેસ પાછા ન ખેંચાય તો ભાજપને ભોગવવું પડશે

હાર્દિક પટેલ પાટીદાર સમાજનો મોટો ચહેરો હોવા છતાં કોંગ્રેસ પાર્ટીને લાભ કરાવી શક્યા નથી એવું તમે માનો છો?
હા, હાર્દિક પટેલ પાટીદાર સમાજનો મોટો ચહેરો હોવા છતાં કોંગ્રેસ પાર્ટીને વધુ લાભ અપાવવામાં નિષ્ફળ થયા છે. હાર્દિક પટેલના જવાથી કોંગ્રેસને ધાર્યું પરિણામ મળ્યું નથી. પરંતુ સાથોસાથ પાર્ટીને નિષ્ક્રિયતા પણ તેને માટે જવાબદાર છે.

આગામી વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ કથેરિયા કયા પક્ષમાં હશે?
હું, વ્યક્તિગત રીતે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવ કે ન જોડાવ તેનો નિર્ણય પાસ સમિતિ લેશે. પાટીદાર આંદોલન સમિતિ જે નક્કી કરશે તે બાદ જ રાજકીય પાર્ટી માં ઝંપલાવવાનો વિચાર કરીશ.

સુરતમાં સફળતા મેળવી ચૂકેલી આપને સૌરાષ્ટ્રમાં પણ ફાયદો થશે-અલ્પેશ
સુરતમાં સફળતા મેળવી ચૂકેલી આપને સૌરાષ્ટ્રમાં પણ ફાયદો થશે-અલ્પેશ

અત્યારની સ્થિતી જોતા કયા રાજકીય પક્ષમાં તમે જવાનું પસંદ કરી શકો છો?
એ આવનારા સમયમાં સમિતિ દ્વારા નક્કી કરીશું. પરંતુ આંદોલન વખતે યુવાનો ઉપર બસ્સો કરતા વધારે કેસ નાંખવામાં આવ્યા છે. તેને જ્યાં સુધી પરત નહીં લેવામાં આવે, ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં તો ક્યારેય નહીં જોડાવ. કોંગ્રેસ પાર્ટી ખૂબ નબળી પૂરવાર થઈ રહી છે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં ખૂબ સારું કામ કર્યું છે અને વિરોધ પક્ષ તરીકે સુરતમાં પોતાની સારી ભૂમિકા ભજવી રહી છે. જો આવી જ સ્થિતિ હશે તો આગામી દિવસોમાં એ બાબતે ખુલાસો કરીશું.