વ્યવસ્થા:મોબાઇલની જેમ વીજળીમાં પણ સ્માર્ટ મીટરનું રિચાર્જ કરવુ પડશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રિ-પેઈડ અને પોસ્ટપેઈડ બંનેની વ્યવસ્થા સ્માર્ટ મીટરમાં હશે
  • ગ્રાહક લાઈવ ટ્રેકિંગ જોઈ શકશે, DGVCLએ ટેન્ડર બહાર પાડ્યું

રાજ્યમાં વિજળી કંપનીઓની સાથે સાથે હવે ડિજીવીસીએલ (દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડ) દ્વારા વિજળીના સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન કર્યુ છે. જેના માટે ડિજીવીસીએલ દ્વારા ટેન્ડર પણ બહાર પાડી દેવાયું છે. ભરૂચથી લઈને વાપી સુધી ડિજીવીએએલ દ્વારા વિજળીનો સપ્લાય પુરો પાડવામાં આવે છે. જેમાં ડિજીવીસીએલ દ્વારા કોમર્શિયલ અને રેસિડેન્ટ મળીને અંદાજે 33 લાખથી વધારે વિજળીના કનેક્શનો અપાયા છે.

મોબાઈલમાં રિચાર્જની જેમ સ્માર્ટ મીટરમાં પ્રિ-પેઈડ અથવા પોસ્ટ-પેઈડ એમ વિજળીનો ઉપયોગ કરી શકાશે. મોબાઈલ એપ્લિકેશન, ડિજીવીસીએલની વેબસાઈટ અથવા અન્ય કોઈ પેમેન્ટ ગેટ-વે દ્વારા ગમે ત્યારે ગમે ત્યાંથી આ સ્માર્ટ વીજળીના મીટરમાં રિચાર્જ કરાવી શકાશે. કંઈ કલાકમાં કેટલો વિજળીનો વપરાશ થયો છે તેનું સ્માર્ટ ટ્રેકિંગ કરી શકશે અને લાઈવ અપડેટ જોઈ શકાશે. આ અપડેટ જે-તે ગ્રાહક અને ડિજીવીસીએલ બંને જોઈ શકશે.

નવા પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે
ડિજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું હતું કે, ‘સ્માર્ટ મીટર લગાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. હાલ ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે, ટેન્ડર પસંદ થયા બાદ કામની સોંપણી થશે અને ત્યાર બાદ જે-તે કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.’

અન્ય સમાચારો પણ છે...