લેબગ્રોન ડાયમંડ પાર્ક અથવા સીએફસી (કોમન ફેસિલિટી સેન્ટર) બનાવવા માટે સરકાર દ્વારા જગ્યા ફાળવવામાં આવશે. જીજેઈપીસીની આગેવાનીમાં સુરતના લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગપતિઓનું ડેલિગેશન કોમર્સ મંત્રી પિયુષ ગોયલને મળવા માટે ગયું હતું. જેમાં પિયુષ ગોયલે લેબગ્રોન ડાયમંડના વિકાસ માટે જગ્યા ફાળવવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું.
રશિયાનો ઓપ્શન શોધવા અને ચાઈના જેવી રીતે લેબગ્રોન ડાયમંડનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી રહ્યું છે તેવી જ રીતે ભારત અને ખાસ કરીને સુરત પણ લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં આગળ વધે તે માટે જીજેઈપીસી (જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ)ની આગેવાનીમાં સુરતનું ડેલીગેશન પિયુષ ગોયલને મળ્યું હતું.
જેમાં જીજેઈપીસીના ચેરમેન કોલિન શાહ, જીજેઈપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયા, મનિષ જીવાણી, નરેશ લાઠિયા, મુકેશ એમ.કાંતીલાલ, સ્નેહલ ડુંગરાણી, કેવલ વિરાણી, સમીર જોશી અને ચિરાગ ભથવારી, લેબગ્રોન ડાયમંડ એસો. પ્રમુખ બાબુ વાઘાણી મિટિંગમાં જોડાયા હતાં.
લેબગ્રોન ડાયમંડની મશીનરી એક્સપોર્ટ કરવામાં આવશે
ચાઈના જેવી રીતે લેબગ્રોન ડાયમંડ માટે મશીનરી બનાવી એક્સપોર્ટ કરી રહી છે તેવી જ રીતે ભારતમાંથી પણ મોટા પ્રમાણમાં લેબગ્રોન ડાયમંડની મશીનરી એક્સપોર્ટ થાય તે માટે કોમર્સ મંત્રાલય દ્વારા વિવિધ પેકેજ બનાવાશે. જેથી મશીનરી એક્સપોર્ટ થશે, બીજી તરફ કૌશલ્ય વર્ધક તાલીમ આપી આ ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઊભી કરાશે. સંશોધન અને વિકાસ માટે IIT જેવી ઉચ્ચ સંસ્થાની મદદ લેવામાં આવશે.
આ ચર્ચા કરવામાં આવી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.