તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Light Showers In The City During The Day, Heavy Rains In The Late Evening, Ukidem Surface 330.46 Feet, Causeway 5.53 Meters

મેઘમહેર:શહેરમાં દિવસે હળવા ઝાપટાં, મોડી સાંજે ધોધમાર વરસાદ, ઉકાઇડેમની સપાટી 330.46 ફૂટે, કોઝવે 5.53 મીટર

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેચમેન્ટ ઍરિયામાં બે દિવસથી મધ્યમથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઉકાઈડેમમાં નવા નીરની આવક શરુ થઈ છે. સવારે ડેમમાં 72 હજાર ક્યુસેક પાણીની આવક શરુ થઈ હતી. સપાટીમાં નજીવો વધારો થઈ 330.46 ફુટે પહોîચી છે.હથનુર ડેમમાંથી 15,679 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સુરત સહિત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘો મનમુકીને વરસી રહ્યો છે. સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં હળવોથી ભારે વરસાદ પડ્યો હતો.ગુરુવારે વહેલી સવારથી વરસાદે વિરામ લીધો હતો.

સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 1 મિમિ, રાંદેર ઝોનમાં ૩ મિમિ, કતારગામ ઝોનમાં 1 મિમિ, ઉધના ઝોનમાં 1મિમિ અને અઠવા ઝોનમાં 1 મિમિ વરસાદ પડ્યો હતો. જયારે વરાછા ઝોન એ તથા બી અને લિંબાયત ઝોન વિસ્તાર કોરોકટ રહ્ના હતા. સુરત જિલ્લામાં તો ગુરુવારે વરસાદ જાણે આરામના મૂડમાં હોય તેમ માત્ર બારડોલીમાં 2 મિમિ વરસાદ નોંધાયો હતો. જયારે બાકીના તમામ તાલુકામાં આજે વરસાદે વિરામ લીધો હતો.સવારે 5થી 10 વાગ્યા સુધી 72 હજાર ક્યુસેક પાણીની આવક ઉકાઈ ડેમની હતી.કોઝવેની સપાટી બપોરે 12 વાગે 5.53 મીટર નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...