• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Light Showers In The City, 1.97 Lakh Cusecs Of Water In Ukai Dam Releasing Water From Hathnoor, Surface Just 5 Feet Away From Rule Level

સુરતમાં મેઘમહેર:શહેરમાં હળવાં વરસાદી ઝાપટાં, હથનૂરમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમમાં 1.97 લાખ ક્યુસેક પાણીની આવક, સપાટી રૂલ લેવલથી માત્ર 5 ફૂટ દૂર

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વરસાદ ધીમી ધારે વરસતા લોકોએ રેઈનકોટ પહેરીને નીકળવાની ફરજ પડી રહી છે - Divya Bhaskar
વરસાદ ધીમી ધારે વરસતા લોકોએ રેઈનકોટ પહેરીને નીકળવાની ફરજ પડી રહી છે
  • તાપીમાં નવા નીર આવતા કોઝ વેની સપાટી વધીને 6.67 મીટરે પહોંચી

હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાં વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. છેલ્લા થોડા દિવસોથી વરસી રહેલા હળવા અને ભારે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે. નદીઓમાં પણ નવા નીર આવ્યાં છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમની સપાટી વધીને 329 ફૂટ નજીક પહોંચી ગઈ છે.

હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે
હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે

હળવા વરસાદી ઝાપટા યથાવત
સુરત શહેર અને જિલ્લામાં હળવા વરસાદી ઝાપટા યથાવત રહ્યાં છે. રાત્રિના 12 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીમાં સુરત શહેરના રાંદેર ઝોનમાં 9 મિમિ , સેન્ટ્રલમાં 10, વરાછા ઝોનમાં 141 મિમિ તથા ઉઘનામાં 18 અને અઠવામાં 18-વરાછા બીમાં 14 મિમિ વરસાદ નોધાયો છે. જ્યારે જિલ્લાના મહુવા તાલુકામાં 16 મિમિ અને બારડોલીમાં 15 મિમિ તથા કામરેજમાં 7 મિમિ વરસાદ પડ્યો છે.જો કે વરસાદી માહોલને જોતા ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

ઉકાઈ ડેમમાં ઉપરથી પાણી વધુ આવતા સપાટી વધી રહી છે
ઉકાઈ ડેમમાં ઉપરથી પાણી વધુ આવતા સપાટી વધી રહી છે

ઉકાઈની સપાટીમાં વધારો
ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉકાઈની ઉપર આવેલા મહારાષ્ટ્રના હથનૂર ડેમના તમામ દરવાજા ખોલી દેવાતા ઉકાઈમાં 197485 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી ડેમની સપાટી વધીને સવારના 10 વાગ્યે 328.87 નોધાઈ છે. જ્યારે આજનું રૂલ લેવલ 333 ફૂટ છે. હાલ સુરતના કોઝવેની સપાટી વધીને 6.67 જેટલી નોધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...