સુરતમાં વરસાદી માહોલ:રીંગરોડ, રાંદેર, અડાજણ, વરાછા સહિતના વિસ્તારમાં હળવો વરસાદ, વાતાવરણ આહલાદક બન્યું

સુરત2 મહિનો પહેલા
સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા ઠંડક પ્રસરી.

આજે વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો દેખાયા હતા. શહેરમાં છૂટોછવાયો વરસાદ શરૂ થયો છે. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેરભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. શહેરમા રીંગરોડ, રાંદેર, અડાજણ, વરાછા સહિત અન્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

વહેલી સવારથી વરસાદી ઝાપટા
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે સુરત શહેર અને જિલ્લામાં છૂટોછવાયો વરસાદ થયો હતો તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ નોંધાયો હતો. હાલ જે રીતે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું છે. તે જોતા દિવસભર વરસાદી માહોલ રહે તેવી પૂર્ણ શક્યતા છે.

શહેરીજનોને ગરમીથી રાહત
સુરત શહેરમાં જે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમાં વરસાદ આવતાની સાથે ઠંડક તો થઈ જાય છે પરંતુ બંધ થતા જ થોડાક કલાકોમાં ફરીથી ઉકળાટ અને બફારો થવા લાગે છે. જેને કારણે સુરતીઓ પણ ત્રસ્ત થઈ જાય છે. રવિવારે વહેલી સવારે જ આવેલા વરસાદની ઝાપટાના કારણે વાતાવરણમાં ઠંડક રહેતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. શહેરમાં રીંગરોડ, રાંદેર, અડાજણ, વરાછા સહિત અન્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...